'ગાડીવાલા આયા ઘર સે કચરા નિકાલ' ગીત પર નાચવા માંડી દુલ્હન, Video વાયરલ
લગ્ન બાદ દુલ્હનની વિદાઈનો સમય ખૂબ જ ભાવુક હોય છે. ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી જતા હોય છે. દીકરીની વિદાઈ વખતે કઠણ કાળજાનો વ્યક્તિ પણ પીગળી જતો હોય છે. પરંતુ, સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમા એક દુલ્હન પોતાની વિદાઈના સમયે હસતી અને નાચતી દેખાઈ હતી. આ વીડિયો એક દુલ્હનની વિદાઈનો છે. જેમા વિદાઈના સમયે તે ડાન્સ કરી રહી છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે, જે ગીત પર તે ડાન્સ કરી રહી છે, તે ખૂબ જ રસપ્રદ છે. દુલ્હને ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ ગીત પર ડાન્સ કર્યો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં દુલ્હનના ગેટઅપમાં માનસી ગોસ્વામી છે, જે વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે. તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નના ઘણા બધા વીડિયો અને ફોટા છે. આ વીડિયોમાં વિદાઈ સમારોહ દરમિયાન દુલ્હન બનેલી માનસીનો ડાન્સ જોઈ ત્યાં હાજર દરેક વ્યક્તિ હસતી દેખાઈ હતી. દુલ્હન પોતે પણ હસતી અને નાચતી દેખાઈ હતી.
View this post on InstagramA post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding)
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ટ્વીસ્ટ સાથે વિદાઈ, અત્યારસુધીની સૌથી ઈમોશનલ વિદાઈ. વાસ્તવિક જીવનની આ મજેદાર વિદાઈનો સીન જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. હાલ, દુલ્હનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર Witty_Wedding નામના પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે, જેને પાંચ લાખ કરતા વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. વીડિયોની શરૂઆતમાં દુલ્હન હસતી અને મજાક કરતી દેખાઈ હતી, આથી ત્યાં હાજર લોકોએ તેને વિદાઈ પર રડવાનું કહેતા તે રડવાની એક્ટિંગ કરતી દેખાઈ, પછી તે ખડખડાટ હસવા માંડી. કારણ કે, બેકગ્રાઉન્ડમાં ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ ગીત વાગ્યું. આ સાંભળીને સૌ કોઈ હસી રહ્યું હતું અને દુલ્હન ડાન્સ કરી રહી હતી.
વીડિયો પર યુઝર્સે તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું- કાશ દરેક દીકરી આવી રીતે જ ખુશ થઈને જાય. એક અન્ય યુઝરે કમેન્ટ કરી- ખૂબ જ સરસ. કેટલાક લોકોએ ગીતના સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા તો કેટલાક લોકોએ તેને ખૂબ જ રસપ્રદ ગણાવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp