ફેરાના સમયે કન્યા ભાગી, જાનૈયાઓ સહિત વરરાજાએ 13 દિવસ સુધી રાહ જોઈ, હવે લગ્ન...

PC: bhaskar.com

રાજસ્થાનના પાલી જિલ્લામાં 13 દિવસ પહેલા એક જાન આવી હતી. વરરાજા સવારે વરઘોડા સાથે આવી પહોંચ્યા હતા. કન્યા કોઈની સાથે ભાગી ગઈ હોવાની વાત સાંભળીને વર-કન્યાના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. જાન લઈને આવેલા વરરાજાએ કન્યાના ગામમાં 13 દિવસ સુધી રાહ જોઈ અને જાનૈયાઓ પણ 13 દિવસ ગામમાં જ રહ્યા. કન્યાના પરિવારજનોએ પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, તેમનો જ એક સંબંધી પુત્રીને ભગાડીને લઈ ગયો હતો. ત્યાર પછી પોલીસે સગીર આરોપીને પકડીને કન્યાને તેના સંબંધીઓને સોંપી દીધી હતી. ઘણા દિવસોની રાહ જોયા પછી જ્યારે દુલ્હન ઘરે પાછી આવી તો, વરરાજાએ બધી વિધિઓ પૂરી કરી અને તેની સાથે લગ્ન કર્યા અને કન્યાને સાથે લઈને ગયો.

વાસ્તવમાં રાજસ્થાનના સિરોહીથી વરરાજા જાન લઈને આવ્યો હતો. વરઘોડાના આગમન બાદ વર-કન્યાને સવારે ફેરા ફરવાની વિધિ કરવાની હતી. ફેરા લેવા માટે દુલ્હનની શોધખોળ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે કન્યા ગાયબ છે. જ્યારે ઘણી શોધખોળ બાદ પણ કન્યા મળી ન હતી, ત્યારે ગુમ થયાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું કે કન્યાનું તેનો જ એક સંબંધી ભગાડીને લઇ ગયો છે. પોલીસે 13 દિવસની અંદર બંનેને ઝડપી લીધા અને કન્યાને તેના સંબંધીઓને સોંપી દીધી. કન્યાના ઘરે આવ્યા પછી, વરરાજાની રાહ પૂરી થઇ અને બાકીની વિધિઓ પૂર્ણ કર્યા પછી, તે કન્યાને પોતાના ઘરે લઈને ગયો હતો.

લગ્નની જાન સિરોહી જિલ્લાના કૈલાશ નગર પાસેના મનાદર ગામથી આવી હતી. વરરાજા સવારે જાન લઈને આવ્યો હતો. સવારે 7 વાગ્યાનો સમય હતો, પરંતુ આ દરમિયાન દુલ્હન ભાગી ગઈ હતી. પરિવારજનોને જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. શરૂઆતમાં તેણે પોતાના સ્તરે કન્યાને શોધવાનો પ્રયાસ કર્યો. જ્યારે જાનૈયાઓને આ વાતની જાણ થઈ ત્યારે હોબાળો મચી ગયો હતો. કન્યા પક્ષે આજીજી કરી. નાની ચોકી ખાતે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

વરરાજાએ દુલ્હનની રાહ જોઈ હતી અને જ્યાં સુધી દુલ્હન ના આવે ત્યાં સુધી માથા પરથી સેહરો ઉતાર્યો ન હતો. કન્યાના આગમન પછી પરિવારના સભ્યોએ બાકીની વિધિઓ પૂર્ણ કરી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા પછી, વરરાજાએ સેહરો ઉતાર્યો હતો. દુલ્હન ભાગી ગયા બાદ વરરાજા જીદ પર ગયો હતો. વરરાજા સાથે તેના પરિવારના સભ્યોએ પણ 13 દિવસ સુધી કન્યાની રાહ જોઈ.

ઘણા જાનૈયાઓ પણ દુલ્હનને વર સાથે લઈ જવા માટે મક્કમ હતા. 20થી વધુ જાનૈયાઓ વરરાજા સાથે રોકાયા હતા. જાનૈયાઓએ કહ્યું હતું કે, કયા મોઢે ગામમાં પાછા જવું. હવે તે ચોક્કસપણે કન્યાને લઈને જ જશે. દુલ્હનના પિતા સકારામે જણાવ્યું કે, ફેરા ફરવા પહેલા દુલ્હન પેટમાં દુઃખાવાના બહાને ગામની  ટાંકી પાસે પહોંચી હતી. ત્યાં તેને ભગાડી જનાર છોકરો તૈયાર હતો. સકારામે જણાવ્યું કે છોકરો ભાટુંડનો રહેવાસી છે. યુવતીના પરિવારજનો લગ્નમાં આવેલા જાનૈયાઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરી રહ્યા હતા. જ્યારે કન્યા આવી, ત્યારે ફેરા ફરીને, લગ્ન કરીને જાનૈયાઓ અને વરરાજા ગામમાં પાછા ફર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp