વિદાઈમાં વરરાજા સાથે નીકળી, રસ્તામાં કાર રોકાવીને પ્રેમી સાથે બાઇક પર ભાગી ગઈ

PC: twitter.com

સાગર પિયરથી વિદાઇ થયેલી દુલ્હન પ્રેમી સાથે ભાગી ગઈ. તેણે રસ્તામાં જ પતિ પાસે કાર રોકાવી અને પ્રેમી સાથે બાઇક પર બેસીને ભાગી ગઈ. છોકરી પ્રેમી સાથે જ આગામી જીવન વિતાવવા માગે છે. પોલીસ જણાવ્યું કે બંનેને પકડી લીધા અને SDM સામે રજૂ કર્યા. નિવેદન દાખલ કર્યા બાદ તે બધાની મરજીથી પ્રેમી સાથે જતી રહી. રિપોર્ટ મુજબ આ ઘટના સતનાના અહિરગાંવની છે. અહીં કુશવાહ પરિવારમાં લગ્ન હતા. અહીં સોમવાર સાંજે વાજતે ગાજતે વરરાજા જાન લઈને પહોંચ્યો.

તેણે સંપૂર્ણ રીત-રિવાજ મુજબ દુલ્હન સાથે 7 ફેરા લીધા. લગ્નના રીત-રિવાજ પુરા થયા બાદ મંગળવારે બપોરે દુલ્હનની વિદાઇ થઈ અને દુલ્હન વરરાજા સાથે 7 ફેરા લીધા. લગ્નના રીત રિવાજો પુરા થયા બાદ મંગળવારે બપોરે દુલ્હનની વિદાઇ થઈ અને દુલ્હન વરરાજા સાથે કારમાં સવાર થઈને પોતાની સાસરી તરફ ચાલી નીકળી. કાર હજુ 4 કિલોમીટર દૂર જ ગઈ હતી કે દુલ્હને કારને રોકી અને બાઇક લઈને આવેલા પોતાના પ્રેમી અશોક યાદવ સાથે ફરાર થઈ ગઈ.

દુલ્હનને પ્રેમી સાથે ભાગતા જોઈને પતિ અને જાનૈયાઓએ તેનો પીછો પણ કર્યો પરંતુ તેઓ તે પકડવામાં નિષ્ફળ રહ્યા. આ ઘટનાથી હેરાન વરરાજા પરત ગામમાં ગયો અને છોકરીના પરિવારજનોને જાણકારી આપી. જાણકારી મળતા જ પરિવારજનો ઘટનાસ્થળ પર પહોંચ્યા. બીજી તરફ આ ઘટના બાદ દુલ્હનના ભાઈએ સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ફરિયાદ સંભાળતા જ ચોંકી ગયેલી પોલીસે ચોતરફ નાકાબંધી કરી દીધી. મોડી રાતે મોબાઈલ લોકેશનના આધાર પર પોલીસ છોકરી અને છોકરાને પકડી લીધા. કહેવામાં આવે છે કે પોલીસ પ્રેમી-પ્રેમિકાને SDM સામે રજૂ કર્યા.

છોકરીએ SDM સામે કહી દીધું કે તે સાસરી અને પિયર જવા માગતી નથી. તેણે SDMને કહ્યું કે તે પ્રેમી અશોક સાથે જ જીવન વિતાવવા માગે છે. ત્યારબાદ દુલ્હને પોતાને મળેલા બધા ઘરેણાં પિયરના લોકોને આપી દીધા. કહેવામાં આવે છે કે દુલ્હનના આશિકનું નામ અશોક યાદવ છે જેના પિતા અહિરગાંવમાં જ દૂધ ડેરીનું કામ કરે છે. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ પ્રસંગ ચાલવાની વાત પણ સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp