અંગ્રેજોના જમાનાનો ખજાનો મળતા મજૂરો વચ્ચે લૂંટની મચી હોડ, ખૂબ થઈ મારામારી

PC: etvbharat.com

ગ્વાલિયરના એક મોહલ્લામાં ખજાનો મળવાના સમાચારથી ક્ષેત્રમાં અફરાતફરી મચી ગઈ. મીડિયા રિપોર્ટ મુજબ, આ ખજાનાને લેવા માટે લોકો વચ્ચે પરસ્પર મારા મારી પણ થઈ ગઈ. જાણકારી મળતા ત્યાં પોલીસ પહોંચી. ઘટનસ્થળ પર પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો, સાથે જ પોલીસ ત્યાં ઉપસ્થિત લોકો પાસેથી અત્યારે 7 ચાંદીના સિક્કા જપ્ત કરી શકી છે. પોલીસના જણાવ્યા મુજબ, અત્યારે ઘટનાની તપાસ ચાલી રહી છે. ઇન્દરગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ખલ્લાસીપુરા મોહલ્લામાં હરીશ સિંહ બઘેલ નામના વ્યક્તિએ ફ્લેટ ખરીદ્યો. એ પ્લોટ પર મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.

મકાન બનાવવા માટે જમીનમાં પાયાનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે મજૂર ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે જમીનમાં ગાડેલા ચાંદીના સિક્કાઓ પર એક મજૂરની નજર પડી અને તે તેને લેવા કૂદી પડ્યો. તેને જોઈને અન્ય મજૂર પણ એ તરફ દોડી પડ્યા. સિક્કાઓ વહેચવાને લઈને મજૂરોમાં વિવાદ થઈ ગયો. આ વિવાદને ઉકેલવા માટે ત્યાં કેટલાક લોકો પહોંચી ગયા. ત્યારે મજૂરોએ ઘટનાસ્થળથી દોડ લગાવી દીધી. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે સિક્કા લઈને મજૂર અલગ અલગ ભાગવા લાગ્યા ત્યારે એક પાડોશીએ પણ કેટલાક મજૂરોને પકડી લીધા અને તેમની પાસે ખોદકામમાં મળેલા સિક્કાઓ પર હાથ સાફ કરી દીધા.

જ્યારે પોલીસને આ બાબતે જાણકારી મળી તો તેણે મજૂરોને તેમની જગ્યાએથી અને તેના પાડોશીને પણ ઉઠાવી લીધા હતા. પોલીસનું કહેવું છે કે બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે, જલદી જ નિષ્કર્ષ કાઢવામાં આવશે. પુરાતત્વ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. આ પ્લોટ હરીશ સિંહ બઘેલનો છે. જેના પરિવારે ઘણા વર્ષો અગાઉ આ પ્લોટ પ્રિન્સ પાલ પાસે ખરીદ્યો હતો.

જમીનના માલિક હરીશ સિંહ બઘેલનું કહેવું માનીએ તો લગભગ 35 થી 40 સિક્કા જમીનમાંથી નીકળ્યા હતા. જેના માટે ઘટનાસ્થળ પર જ ઝઘડો થઈ ગયો હતો અને મજૂર પણ ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા, પરંતુ તેઓ એ સમયે ત્યાં ઉપસ્થિત નહોતા. તો પોલીસ અત્યારે 7 જ સિક્કા જપ્ત કરી શકી છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા સિક્કા લગભગ 150 વર્ષ જૂના અને અલગ અલગ વર્ષના બતાવવામાં આવી રહ્યા છે. આ સિક્કા સન 1885ના બતાવવામાં આવી રહ્યા છે, જેના પર વિક્ટોરિયાની સાઇન છે.

જનકગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું કે, ફરિયાદીની ફરિયાદ પર તરત જ એક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી. 2 મજૂર જે ત્યાં કામ કરી રહ્યા હતા, તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. સાથે જ પાડોશીની પણ ધરપકડ કરીને જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી તો તેમની પાસેથી લગભગ 7 સિક્કા જપ્ત કર્યા છે. જે બ્રિટીશકાળના છે. બધા લગભગ 150 વર્ષ જૂના છે. આ સંબંધમાં પુરાતત્વ વિભાગ સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે અત્યારે બાકી સિક્કાઓના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સિક્કા પુરાતત્વ માટે મહત્ત્વના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp