ચારે બાજુ ગટરનું પાણી..ગંદકી વચ્ચે વર-કન્યાએ એકબીજાને માળા પહેરાવી, કારણ છે...
UPના આગ્રામાં રસ્તાની સમસ્યાને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. એક કપલે વર-કન્યાના ગેટઅપમાં અનોખો વિરોધ કર્યો હતો. ગંદા ગટરના પાણી અને કાદવવાળા રસ્તામાં ઉભા રહીને તેઓએ એકબીજાને હાર પહેરાવીને લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. કોલોનીના રહેવાસીઓએ લગ્નના જાનૈયાઓ તરીકે આ અનોખા પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
બધાના હાથમાં પ્લેકાર્ડ હતા. પ્લેકાર્ડ પર મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું હતું કે, જો ગટર અને રોડ નહીં બને તો મતદાન નહીં કરવું. નાગલા કાલી રજરઈ રોડ પર મારુતિ પ્રવાશમના ગેટ નંબર ત્રણ પાસે પ્રદર્શન યોજાયું હતું. જ્યાં 15 વર્ષથી રસ્તાની સમસ્યા યથાવત છે.
ધીમે ધીમે આઠ મહિનામાં અહીંનો રસ્તો ગટરમાં ફેરવાઈ ગયો છે. આજુબાજુની કોલોનીઓમાં રહેતા લોકો માટે રસ્તા પરથી નીકળવું મુશ્કેલ બન્યું છે. સેમરી, નૌબરી, પુષ્પાંજલિ હોમ્સ, પુષ્પાંજલિ ઇકો સિટી સહિત 30થી વધુ કોલોનીના લોકોનું આવવા જવાનું અહીંથી થાય છે.
ખરાબ રસ્તાઓને કારણે લોકો હવે 2 કિલોમીટરનો ચકરાવો લઈ અન્ય માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ ભૂતકાળમાં અનેક વખત જનપ્રતિનિધિઓને આ રોડનું સમારકામ કરવા માંગ કરી ચુક્યા છે. થોડા દિવસો પહેલા કોલોનીની બહાર 'નો ડેવલપમેન્ટ, નો વોટ'ના પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યા હતા. પરંતુ પોસ્ટર ચોંટાડ્યા પછી પણ સમસ્યા હલ થઈ શકી નથી.
તેનાથી નિરાશ થઈને પુષ્પાંજલિ હોમ્સ કોલોનીમાં રહેતા શ્રી ભગવાન શર્માએ તેમની 17મી લગ્ન જયંતિ ગટરના પાણીમાં ઉભા રહીને ઉજવી. વર શ્રી ભગવાન શર્માએ કહ્યું કે, અમે છેલ્લા 15 વર્ષથી સતત પ્રયાસો કરી રહ્યા છીએ. તમામ જનપ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીઓ પાસે ગયા છે. ક્યાંય પણ અમારી વાત સાંભળવામાં નથી આવી, તેથી અમારે આવું પ્રદર્શન કરવાની ફરજ પડી હતી.
જ્યારે, દુલ્હન બનેલી ઉમા શર્માએ કહ્યું કે, આ વિરોધ સમસ્યાઓ બતાવવા માટે કરવામાં આવી રહ્યો છે. યોગી સરકાર સારું કામ કરી રહી છે. પરંતુ તેમના કાર્યકરો અને જનપ્રતિનિધિઓ સમસ્યાઓ જોવા આવતા નથી.
43 વર્ષીય શ્રીભગવાન શર્મા અને તેમની પત્ની ઉમાના લગ્ન 17 વર્ષ પહેલા થયા હતા. શ્રીભગવાને કહ્યું કે, પત્ની બ્યુટી પાર્લરમાંથી દુલ્હનના વેશમાં આવી હતી. જ્યાં પાણી ભરાયા છે ત્યાં નાળાઓ પર હાર પહેરાવવામાં આવ્યા હતા. આ પછી તે તેની પત્નીને ફૂલોથી શણગારેલી કારમાં લઈ ગયો.
તેમણે કહ્યું કે, અમે ન્યાય અને શાંતિ પ્રેમી લોકો છીએ. બિલ્ડરો, ADA, વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓના બેજવાબદાર વલણથી કંટાળી ગયા. આ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી કોઈ વિકાસનું કામ થયું નથી. ગટરના ગંદા પાણીથી રસ્તાઓ ભરાઈ ગયા છે. ગટરના નાળાઓનો નિકાલ ત્યાંથી થતો નથી. દસ હજારથી વધુ લોકો અસરગ્રસ્ત છે. કોઈ જગ્યાએ સાંભળવામાં ન આવતા આખરે તેઓ ડેસ્ટિનેશન વેડિંગ કરીને વિરોધ નોંધાવી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp