ભાઇબીજના દિવસે જ બહેનની સામે ભાઇની ગોળી મારી હત્યા

PC: intoday.in

દિલ્લીથી જોડાયેલા યુપીના ગાઝિયાબાદમાં બાઇબીજના દિવસે બહેનની સામે જ તેના ભાઇની ગોળી મારી હત્યા કરવામાં આવી. બનાવ સમયે ભાઇ પોતાની બહેનને પોતાની સાથે ઘરે લઇ જઇ રહ્યો હતો. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. હત્યાનો આ બનાવ કવિનગર વિસ્તારનો છે. જ્યાં મનોજ નામનો યુવક પોતાની બહેનને સાસરેથી લઇને પોતાના ઘરે જઇ રહ્યો હતો. ત્યારેજ બાઇક સવાર બદમાશોએ યુવકની બહેન સાથે લૂંટફાટનો પ્રયત્ન પણ કર્યો હતો.

આ દરમિયાન એક ગોળી મનોજની બહેનને અડીને નીકળી ગઇ લૂંટારૂઓ યુવકને ગોળી માર્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયા. મનોજને તુરંત નજીકની હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો. એ લૂટારાઓ એટલેથી જ ન અટક્યા તેમણે તે બાદ કવિનગર વિસ્તારમાંજ ફરીથી એક ગાડી લૂંટવાના હેતુથી ફાયરિંગ કરી જોકે કારમાં સવાર દંપતિ હેમખેમ બચી ગયા સળંગ બે બનાવ બનવાના કારણે વિસ્તારમાં ભયનો માહૌલ બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp