BSNLએ ટાટાની કંપની સાથે હાથ મિલાવ્યા, જિયો, એરટેલને ટેન્શન

PC: indiatvnews.com

જ્યારથી દેશની ખાનગી ટેલીકોમ કંપનીઓ રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે ત્યારથી દેશની જાહેર ક્ષેત્રની કંપની BSNL ચર્ચાં છે. જાણવા મળેલી વિગત મુજબ BSNLએ ટાટાની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) સાથે હાથ મિલાવ્યા છે. TCS BSNLમાં 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

TCS અને BSNL ભેગા મળીને ભારતના 1000 ગામાડાઓમાં 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરશે. જેથી આવનારા દિવસોમાં લોકોને ઝડપી ઇન્ટરનેટ સેવા મળશે. અત્યારે 4G ઇન્ટરનેટમાં જીયો, એરટેલ જેવી કંપનીઓનો દબદબો છે, પરંતુ BSNL મજબુત થશે તો જીયો,એરટેલ, વોડાફોન આઇડીયાની ચિંતા વધારી શકે છે.

BSNL તરફથી દેશભરમાં 9000થી વધારે 4G નેટવર્ક લગાડવામાં આવેલા છે, જે 1 લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp