આખલાએ મારી ભેંસ પર રેપ કર્યો, કોઈ મારુ સાંભળતું નથી, ખેડૂતનો પત્ર થયો વાયરલ

PC: jansatta.com

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જાહેર રોડ પર ગમે તેમ ફરતા પ્રાણીઓ એક મોટો મુદ્દો રહ્યો છે. પૂર્વ CM અખિલેશ યાદવ સતત જાહેર રોડ પર રખડતા પ્રાણીઓનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. સરકારે આ દિશામાં ઘણા પગલાં લીધા તો છે, પરંતુ તે પછી પણ ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ખેડૂતે પોતાની ભેંસને આખલાથી બચાવવા પોલીસને લખ્યું છે. પત્રમાં લખેલી વાતો સાંભળીને તમે ચોક્કસથી ચોંકી જશો.

દુર્ગેશ કુમાર મૌર્ય નામના ખેડૂતે કૌશામ્બીના સ્ટેશન ઈન્ચાર્જ કડાધામને પત્ર લખ્યો છે કે, એક બળદે તેની ભેંસ પર બળાત્કાર કર્યો છે, તેની ભેંસ છ મહિનાની ગર્ભવતી હતી. બળદના આ પ્રકારના કાર્યથી તેની ભેંસ બીમાર પડી ગઈ છે અને તેની સારવાર ચાલી રહી છે. બળદ ગાંડો થઈ ગયો છે. લોકોને તેનાથી બચાવવામાં આવે નહીંતર મોટી ઘટના બની શકે છે.

ખેડૂતે કરેલી ફરિયાદમાં લખ્યું છે કે, 'અરજદારે 6 માસની ગર્ભવતી ભેંસ રાખી છે, જેને 12મી સપ્ટેમ્બરની રાત્રે બળદ દ્વારા હેરાન કરવામાં આવી હતી અને તેના પર એક આખલા દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો, જેના કારણે મારી ભેંસની તબિયત ખરાબ થઈ ગઈ હતી. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.'

ખેડૂતે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેણે નગર પંચાયત અને CM યોગી આદિત્યનાથની હેલ્પલાઈન પર ફોન કરીને ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. ખેડૂતે પત્રમાં લખ્યું છે કે, 12 ઓક્ટોબરના રોજ આખલાએ ભેંસને હેરાન કરી હતી, ત્યાર પછી તેની સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન આખલાએ ફરી હુમલો કર્યો હતો.

કોઈ પણ જગ્યાએથી મદદ ન મળતા અને બળદ દ્વારા વારંવાર હેરાન થતા ખેડૂત દુર્ગેશ કુમાર મૌર્યએ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને પત્ર લખીને મદદની વિનંતી કરી છે. જો કે હજુ સુધી આ પત્ર પર પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. પત્ર લખવાની તારીખ 19-9-2023 જણાવવામાં આવી છે.

હવે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક કહે છે કે, શું બળદ ખરેખર ભેંસ પર બળાત્કાર કરી શકે છે? તો એક ટ્વિટર યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે જાણે કોઈએ પોલીસ સાથે મજાક કરી હોય. એક ટ્વિટર યુઝરે કહ્યું કે, ખુલ્લામાં રખડતા કેટલાક બળદ ખરેખર પાગલ છે, તેઓ માત્ર માણસો માટે જ નહીં પરંતુ પાલતુ પ્રાણીઓ માટે પણ ખતરો બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ પત્રની પુષ્ટિ થઈ શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp