ઉજ્જૈન રેપકાંડના બળાત્કારના આરોપીના ઘર પર બુલડોઝર ફરી વળ્યું

PC: jagran.com

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી પર બળાત્કાર કેસના મુખ્ય આરોપી ભરત સોનીના ગેરકાયદેસર બાંધકામ પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આરોપીએ ઉજ્જૈનના નાનાખેડા વિસ્તારમાં સરકારી જમીન પર કબજો જમાવ્યો હતો, જેમાં તે તેના માતા-પિતા, ભાઈ અને ભાભી સાથે ઘણા વર્ષોથી રહેતો હતો.એટલું જ નહીં, આરોપીએ ગેરકાયદેસર મકાનમાં મંદિર પણ બનાવી દીધું હતું.

જાણવા મળેલી માહિતી મુજબ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. આજે મનપાની ટીમ આરોપીના ઘરે પહોંચી હતી. ટીમે ગેરકાયદે બાંધકામ તોડી પાડી ગેરકાયદે અતિક્રમણ ખાલી કરાવ્યું હતું. આરોપી ભરત સોની પોલીસની કસ્ટડીમાં છે.

સ્કૂલમાં ભણતી એક માનસિક રીતે નબળી છોકરી સતનાથી શિપ્રા એક્સપ્રેસમાં બેસીને ઉજ્જૈન આવી હતી. 25 સપ્ટેમ્બરે યુવતી રેલ્વે સ્ટેશન પર ઉતરી હતી. રીક્ષા ડ્રાઇવર ભરત સોનીએ સગીરાને એકલી જોઈ અને તેને પોતાની ઓટોમાં બેસાડી હતી. આ પછી તે બાળકીને જીવનખેડી વિસ્તારમાં લઈ ગયો હતો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો.

હચમચાવી નાંખે તેવી આ ઘટના પછી રેપ કાંડના આરોપી ભરતના પિતાએ ક્હ્યુ હતું કે, જો ખરેખર મારા દીકરાએ બળાત્કાર કર્યો છે તો તેની ધરપકડ કરવાની જરૂર નહોતી, સીધી તેને ગોળી મારી દેવી જોઇતી હતી.

પિતાએ કહ્યુ હતું કે, જો મારાથી આ ગુનો ભુલથી પણ થયો હતે તો હું આત્મહત્યા કરી લેતે. ભરત સોનીના પિતા રાજુ સોનીએ કહ્યું કે, આવો ગુનો કરનાર કોઇને પણ જીવવાનો અધિકાર નથી. પિતા રાજુ સોનીએ આગળ કહ્યુ હતું કે જ્યારે સગીરા પર બળાત્કારની ઘટનાની જાણ થઇ ત્યારે મને ખબર નહોતી કે મારો પુત્ર જ આરોપી છે. મેં તેની સાથે આ બાબતે ચર્ચા પણ કરી હતી, પરંતું તે કશું પણ બોલ્યો નહોતો અને નિયમ મુજબ જમીને સુઇ ગયો હતો. એની પર શંકા જાય તેવું જણાયું નહોતું.

મહાકાલ પોલીસ સ્ટેશનના પ્રભારી અજય વર્માએ કહ્યુ કે, જ્યારે ભરત સોનીને ઘટના સ્થળ પર લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે તેનો પીછો કરીને પકડી લીધો હતો. ભરત સોની સાથે થયેલી મૂઠભેડમાં 2 પોલીસકર્મીને ઇજા થઇ હતી. સગીરા સાથે બળાત્કારની ઘટના જીવનખેડી વિસ્તારમાં બની હતી અને સગીરાની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp