બુલિયન નિષ્ણાતો કહે છે, સોનાનો ભાવ બે-ત્રણ મહિનામાં આ લેવલે પહોંચી શકે

PC: businesstoday.in

સોના-ચાંદીના ભાવોમાં અત્યારે તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ દશ ગ્રામ દીઠ 70,000 ઉપર અને ચાંદીના ભાવ કિલોએ 75,500 ઉપર ચાલ્યા ગયા છે. બુલિયન એક્સપર્ટનું માનવું છે કે સોનાનો ભાવ બે- ત્રણ મહિનામાં 73,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

સોનાના ભાવ વધવાના કારણે વિશે સુરતના જાણીતા બુલિયન મરચન્ટ દેવાંગ ચોક્સીએ કહ્યું હતું કે, સોનાનો ભાવ વધવમાં માત્ર ઇન્ટરનેશનલ કારણ જવાબદાર છે. ભારતનું એક પણ એવું કારણ નથી જેને કારણે સોનાના ભાવો વધી રહ્યા હોય. રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ ગાઝાના વોરને કારણે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ફુગાવો વધી રહ્યો છે અને તેને કારણે સોનાના ભાવ ઉછળી રહ્યા છે. જો કે, ભાવવ વધવાને કારણે ઘરાકી પર મોટી અસર પડી રહી છે. ગ્રાહકો ખરીદી કરતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp