બસ અને કારનો અકસ્માત, એક જ પરિવારના 5 લોકો જીવતા બળી ગયા

PC: DainikBhaskar.com

બિહારના પટનાની એક કાર ઝારખંડના રામગઢ નજીક બસની સાથે અથડાઈ હતી. આ ઘટના બુધવારે સવારે 8 વાગ્યે રઝરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લારીની નજીક બનવા પામી હતી. આ ઘટનામાં કારમાં સવાર 5 લોકોના કરુણ મોત થયા હતા. એવું પણ કહેવામાં આવ્યું છે કે, અકસ્માતની ઘટના બાદ કારમાં સવાર પાંચ લોકો આગમાં જીવતા સળગી ગયા હતા.

મૃતક લોકો એક જ પરિવારના હતા. તો બીજી તરફ બસમાં જેટલા પણ યાત્રીઓ સવાર હતા તે તમામ સુરક્ષિત છે. તેમને કોઈ પણ ઈજા થવા પામી નથી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર બુધવારે સવારે ઘનબાદથી બસ રાંચી જઈ રહી હતી. તે સમયે બોકારોથી આવી રહેલી વેગન આર કાર બસની ધડાકાભેર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ઘટના સ્થળ પર હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટના બાદ કારનો દરવાજો ખોલી શકાયો નહોતો અને તે સમયે જ આગ લાગી ગઈ હતી. અકસ્માત થયો તે સમયે બસની અંદર 20 જેટલા યાત્રી સવાર હતા અને આ તમામ સુરક્ષિત છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વળાંક સમયે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કારે સંતુલન ગુમાવ્યું હતું અને તે બસની સાથે અથડાઈ હતી. ગાડીની સ્પીડ એટલી હતી કે, કાર બસની સાથે અથડાતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી.

કારનો દરવાજો સમયસર જ ન ખુલી શકવાના કારણે કારમાં સવાર પાંચ લોકો આગમાં સળગી ગયા હતા અને તેનું મોત થયું હતું. જે કારનો અકસ્માત થયો છે તે કાર આલોક રૌશન નામના વ્યક્તિના નામ પર રજીસ્ટર થયેલી છે. અકસ્માતની ઘટના બાદ તાત્કાલીક ફાયર અને પોલીસ વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ કરીને તમામ મૃતદેહનો કબજો લઇને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધા હતા. અકસ્માતની ઘટનાના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટના બાદ રામગઢ-બોકારો હાઈ-વે ઘણા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો પટનાના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp