ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, પણ સૂઝબૂઝથી બચાવ્યો 40 યાત્રીઓનો જીવ
ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં રૂવાડા ઊભા કરી દેનારી ઘટના સામે આવી છે. અહી રાજ્ય પરિવહન નિગમની કન્નોજ ડેપોની એક બસના ડ્રાઇવરને બસ ચલાવતી વખત હાર્ટ એટેક આવી ગયો. જો કે, તેની સૂઝબૂઝથી બસમાં સવાર 40 યાત્રીઓના જીવ બચાવવામાં આવ્યા. ગુરુવારે બપોરે બસ ડ્રાઈવર માનસિંહ (45 વર્ષ) અને કંડક્ટર સુરેન્દ્ર 40 યાત્રીઓને કન્નોજથી લઈને હરદોઇ જવા નીકળ્યો હતો. હરદોઇ શહેરથી 17 કિલોમીટર દૂર સમેરા ચોક પર બસ ચલાવતી વખત માનસિંહની તબિયત ખરાબ થઈ ગઈ.
છાતીમાં દુઃખાવા અને શ્વાસ લેવામાં પરેશાનીના કારણે તેણે રસ્તા વચ્ચે જ બસ ઊભી કરી દીધી. ત્યારબાદ બારી ખોલીની નીચે ઉતર્યો અને રોડ પર બેસી ગયો. આ પહેલા કે લોકો કંઇ સમજી શકે તે બેહોશ થઈ ગયો. તેને રોડ પર બેહોશ જોઈને બસમાં સવાર યાત્રીઓ અને કંડક્ટરે સમજદારીનો પરિચય આપતા તેને બસમાં સૂવાડી દીધો. ત્યારબાદ એક યાત્રી પાસે બસ ચલાવીને કંડક્ટર સીધો મેડિકલ કૉલેજ પહોંચ્યો. ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.
મેડિકલ કોલેજના ડૉક્ટરોએ હાર્ટ એટેકથી મોતની આશંકા વ્યક્ત કરી છે. હાલમાં શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે. માનસિંહ કન્નોજ જિલ્લાના સિકંદરપુર કરન ગામનો રહેવાસી હતો. આ ઘટનાને લઈને EMO મેડિકલ કૉલેજ હરદોઇ યશ અગ્નિહોત્રીએ જણાવ્યું કે, ડ્રાઈવર માનસિંહ (45 વર્ષ)ને અમારી પાસે લાવવામાં આવ્યો હતો. ઇમરજન્સીમાં અમે ચેક કર્યું તો જાણ્યું કે તેનું મોત થઈ ચૂક્યું છે. મોતનું કારણ કાર્ડિયક અરેસ્ટ હોય શકે છે.
ARM રોડવેઝ હરદોઇ પંકજ તિવારીએ જણાવ્યું કે, કન્નોજ ડેપોની બસ હરદોઇ માટે આવી રહી હતી. તેમાં લગભગ 40 સવારીઓ હતી. અચાનક હાલત બગડવા પર ડ્રાઇવરે બ્રેક લગાવીને ત્યાં જ બસ રોકી. તેની સૂઝબૂઝથી 40 સવારીઓ સુરક્ષિત બચી. બસ કંડક્ટર સુરેન્દ્રએ બતાવ્યું કે, અમે લોકો કન્નોજ બસ સ્ટેન્ડથી લગભગ 40 સવારીઓને લઈને હરદોઇ માટે આવી રહ્યા હતા. અચાનક ડ્રાઇવરે સમેરા ચોક પાસે ગાડી રોકી અને નીચે ઉતર્યો. ત્યારબાદ તેઓ બેહોશ થઈ ગયો. ત્યારબાદ અમે લોકો તેને લઈને હૉસ્પિટલ પહોંચ્યા, જ્યારે ડૉક્ટરોએ મૃત જાહેર કરી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp