બિઝનેસમેનના દીકરાને કર્યો કિડનેપ, ટોલ કપાતા કંઇક આ રીતે પકડાયા આરોપી

PC: aajtak.in

એક કરોડ રૂપિયાની ખંડણી માટે બદમાશોએ વેપારીના 18 વર્ષના દીકરાનું કિડનેપ કરી લીધું. પછી તેને હરિયાણાના ફરીદાબાદથી નોઇડા થતા ઉત્તર પ્રદેશ લઇ ગયા. પણ જેવા આરોપીઓ યમુના એક્સપ્રેસ વે પર ચઢ્યા તો કારનો ટોલ ભર્યાનો મેસેજ વેપારીના ફોન પર પહોંચી ગયો. આ રીતે કિડનેપર્સના લોકેશનની જાણકારી મળી અને પોલીસે તરત આગરાની પાસે તેમને પકડી પાડ્યા. સાથે જ કિડનેપ કરવામાં આવેલા વેપારીના દીકરાને કારની ડિક્કીથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો.

ફરીદાબાદમાં રહેનારા 18 વર્ષીય ઈશાંત અગ્રવાલ બીબીએનો સ્ટુડેંટ છે. તેના પિતા આશીષ અગ્રવાલ ફર્નીચરના વેપારી છે. મંગળવારે ઈશાંત ફરીદાબાદથી નોઈડા પોતાની બહેનના ઘરે જવા નીકળ્યો હતો. તેની સાથે પિતા આશીષ અગ્રવાલની અંગત કાર અને તેમનો ડ્રાઈવર આકાશ યાદવ હતો. આકાશ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં રહેનારો છે.

ઘણાં કલાકો વિતી ગયા પછી પણ ઈશાંત નોઈડા પહોંચ્યો નહીં. ફોન કરવા પર તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો. પછી ડ્રાઈવર આકાશને ફોન કર્યો તો તેનો ફોન પણ લાગ્યો નહીં. પિતાએ નોઇડામાં પારસ ગુપ્તાને આ વાતની જાણ કરી. ત્યાર બાદ ઈશાંતની શોધ શરૂ કરી.

પિતા પાસે ટોલનો મેસેજ પહોંચ્યો

આ બધાની વચ્ચે પિતા આશીષના મોબાઈલ પર યમુના એક્સપ્રેસવે ટોલનો મેસેજ પહોંચ્યો તો તેમને શંકા ગઇ. આશીષની કારમાં ફાસ્ટ ટેગ લાગ્યું હતું. ટોલ ક્રોસ કરતા સમયે પૈસા કપાયા જેનો મેસેજ આશીષના મોબાઈલ પર પહોંચી ગયો. ત્યાર બાદ પિતાએ આ વાતની જાણકારી તરત પોલીસ અને ટોલકર્મીઓને આપી.

ત્યાર પછી ફરીદાબાદ પોલીસે યમુના એક્સપ્રેસવેની હદમાં આવતા પોલીસ સ્ટેશનને એલર્ટ મોકલ્યું. જેના પર આગરા અને આસપાસની પોલીસ એક્ટિવ થઇ ગઇ. નાકાબંધી કરી તપાસ શરૂ કરવામાં આવી. ટ્રક લગાવી ગાડીઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં એક શંકાસ્પદ કાર નજરે આવી. ચેક કરવા પર તેની ડિક્કીમાંથી ઈશાંત મળી આવ્યો.

આને લઇ એસપી સૌરભ સિંહે જણાવ્યું કે, ખંદોલી પોલીસ સ્ટેશનથી સૂચના મળી હતી કે ઈશાંત અગ્રવાલને તેનો ડ્રાઈવર આકાશ યાદવ કિડનેપ કરી યમુના એક્સપ્રેસ વે તરફ લઇ જઇ રહ્યો છે. જેના પર આખી ટીમની સાથે એક્સપ્રેસવે ટોલ પર ચેકિંગ શરૂ કરવામાં આવી. લગભગ 30 મિનિટ પછી એક શંકાસ્પદ કાર નોઇડા તરફથી આવતી જોવા મળી. કિડનેપર્સે જ્યારે ચેકિંગ જોયું તો તેમણે કારને ભગાવવાની કોશિશ કરી. પણ અંતે પકડાઇ ગયા. જ્યારે પોલીસે કારની ડિક્કી ખોલાવી તો તેમાંથી ઈશાંત અગ્રવાલ ડરેલો પણ સકુશળ મળી આવ્યો. ત્યાર બાદ પોલીસે બે કિડનેપર્સને પકડી લીધા. તેમની પાસેથી પિસ્તોલ અને કારતૂસ પણ મળી આવ્યા છે.

ત્યાર બાદ ઈશાંતના મળી ગયા હોવાની જાણકારી હરિયાણા પોલીસ અને તેના પરિવારને આપવામાં આવી. મોડી રાતે ફરીદાબાદથી સૂરજકુંડ પોલીસ અને ઈશાંતના પરિજનો ખંદૌલી પોલીસ સ્ટેશન આવ્યા. કાર્યવાહી પૂરી કર્યા પછી ઈશાંતને તેના પરિવાર સાથે મોકલી દેવામાં આવ્યો.

શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે, ઈશાંતે કાર ચલાવવા માટે ડ્રાઈવર આકાશ યાદવને બોલાવ્યો હતો. રસ્તામાં આકાશે ટોયલેટ જવા માટે કાર રોકી. તે દરમિયાન તેનો બીજો સાથી આવ્યો અને ઈશાંતને ધમકાવી બંને તેને મૈનપુર તરફ લઇ ગયા. ઈશાંતને કારની ડિક્કીમાં બંધ કરી દીધો હતો. પણ ટોલનો મેસેજ આવવા પર તેમની લોકેશન મળી આવી. બંને આરોપીઓ 25-26 વર્ષના છે. આકાશ 3 મહિનાથી અગ્રવાલ પરિવારની કાર ચલાવી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp