QR કોડ મોકલીને જો કોઇ રામ મંદિરના નામે ફંડ માગે તો આપતા નહીં, છેતરપિંડી છે

PC: twitter.com

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાનો છે અને એના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરવા જવાના છે. આ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. કેટલાંક ગઠિયાઓ QR કોડ મોકલીને લોકો પાસેથી રામ મંદિરના નામે ફંડ ઉઘરાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ એક ગંભીર બાબત છે અને ઉત્તર પ્રદેશ પોલીસ અને કેન્દ્રના ગૃહ મંત્રાલયના આ વિશે માહિતી આપી દેવામાં આવી છે. તમે પણ સાતવજો જો કોઇ QR કોડ મોકલીને રામ મંદિરના નામે ફંડ માંગે તો બિલકુલ આપતા નહીં, કારણકે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ કોઇ પણ ફંડ ઉઘરાવતું નથી.

છેતરપિંડી કરનારા ગઠીયાઓ અનેક તરકીબો અજમાવીને ભોળા લોકોને લૂંટી રહ્યા છે. છેલ્લાં કેટલાંક સમયથી સાયબર ક્રાઇમના આવા કિસ્સા ચિંતાજનક હદે વધી રહ્યા છે.

વિશ્વ હિંદુ પરિષદે ચેતવણી આપી છે કે રામ મંદિરના નામે શ્રદ્ધાળુઓને લૂંટવાના રેકેટનો પર્દાફાશ થયો છે. વિશ્વ હિંદુ પરિષદે કહ્યું છે કે કેટલાંક લોકોએ સાયબર ક્રાઇમની જાળ પાથરેલી છે. આ લોકો સોશિય મીડિયા પર મેસેજ મોકલીને રામ મંદિરના નામે ફાળો માંગે છે અને સાથે QR કોડ પણ મોકલે છે અને એવું કહેવામાં આવે છે કે આ QR કોડને સ્કેન કરો અને પેમેન્ટ કરો, આ ફંડ રામ મંદિર માટે વાપરવામાં આવશે. પરંતુ આ ફંડ રામ મંદિરમાં જતું નથી અને છેતરપિંડી કરનારાના ખાતમાં જાય છે.

વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે આ બાબતે કેન્દ્રના ગૃહ મંત્રાલય અને ઉત્તર પ્રદેશ પોલીસને જાણ કરી દેવામાં આવી છે. બંસલે કહ્યુ કે, મંદિરની દેખરેખ જેમને સોંપવામાં આવી છે તે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ફંડ ભેગું કરવાનું કામ કોઇને સોંપ્યું નથી.

આ વાત ત્યારે બહાર આવી જ્યારે છેતરપિંડી કરનારનો એક મેસેજ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર પર આવ્યો હતો અને તપાસ કરી ત્યારે ખબર પડી હતી.

લોકોએ આવા લેભાગૂથી સતર્ક રહેવું પડશે, સોશિયલ મીડિયા પર દાન આપવાને બદલે રામ મંદિરમાં જાતે જઇને મુકી આવવું અથવા તમારા નજીકના મંદિરમાં દાન કરી દેજો અથવા કોઇ જરૂરિયાતમંદને આપજો. તમે સાવચેત રહેશો તો ગઠિયાઓ કોઇ ખેલ કરી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp