Byju'sની ચીફ બિઝનેસ ઓફિસર પ્રત્યુષાએ રાજીનામું આપી દીધું, શું થયું છે કંપનીને

PC: medianews4u.com

દેશની સૌથી મટી એજ્યુકેશન ટેક્નોલોજી કંપની Byju'sની ચીફ બિઝનેસ ઓફિસર પ્રત્યુષા અગ્રવાલે રાજીનામું આપી દીધું છે. પ્રત્યુષા ઉપરાંત કંપનીના બે સિનિયર એક્ઝિક્યુટીવ્સે પણ રાજીનામા આપ્યા ચે. આ વાતની જાણકારી આજે કંપનીના પ્રવક્તાએ આપી છે.

પ્રવક્તાએ ઉમેર્યું હતું કે બે બિઝનેસ હેડ હિમાંશુ બજાજ અને મુકુત દીપક પણ કંપની છોડી ગયા છે. ભારતીય એડ-ટેક સ્ટાર્ટઅપ Byju's જે છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ કરી રહ્યું છે, તે તેના બિઝનેસ અને ઓપરેશન્સને રિ-સ્ટ્રક્ચર કરી રહ્યું છે.પ્રત્યુષા અગ્રવાલ ફેબ્રુઆરી 2022માં Zee એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝમાંથી Byju's માં જોડાઈ હતી.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, Byju's નફાકારકતા અને સસ્ટેનેબલ ગ્રોથ માટે તેનો માર્ગ નક્કી કરી રહ્યું છે.અમે બિઝનેસ અને વર્ટિકલનું રિ-સ્ટ્રકચર કર્યું છે.જેમાં 4 વર્ટિકલને 2ના વર્ટિકલ,K-10 અને પરિક્ષાની તૈયારીઓ સામેલ છે. આ વર્ષે હજારો કર્મચારીઓને કાઢી મૂક્યા છે. કારણ કે, આ કંપની અનેક કાયદાકીય અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. Byju's એ આ વર્ષે હજારો લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે, કારણકે કંપની લીગલ અને ફાયનાન્શિયલ સમસ્યાઓ સામે ઝઝુમી રહી છે.

2 મહિના પહેલા Byju'sના ફાઉન્ડર રવિન્દ્રન સાથે કેટલા મુદ્દાઓ પર મતભેદને કારણે જીવી રવિશંકર, વિવિયન વૂ અને રસેલ ડ્રેસનસ્ટોક જેવા મહત્ત્વના લોકોએ રાજીનામા આપ્યા હતા.

આ પહેલા 5 મેના દિવસે Byju'sના બ્રાન્ડ અને ક્રિએટીવ સ્ટ્રેટેજિકના સીનિયર ડાયરેક્ટર આદિત્યન ક્યાલાકલે રાજીનામુ આપ્યું હતું. Byju'sના બોર્ડમાં હવે રિજુ રવિન્દ્રન, બાયજુ રવિન્દ્ર, દિવ્યા અને ગોકુલનાથ બચ્યા છે. દિવ્યા બાયજુ રવિન્દ્રની પત્ની છે.

કંપનીના શેરધારકો સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, ગયા વર્ષથી કંપનીના સ્થાપક અને બોર્ડના સભ્યો વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. જે રીતે કંપની ચલાવવામાં આવી રહી છે તેનાથી બોર્ડના સભ્યો ખુશ નથી. ખાસ કરીને, રોકાણકાર કંપનીઓના મેનેજમેન્ટ સાથેની તેની ક્રિયાપ્રતિક્રિયામાં બાયજુનો અભિગમ વિવાદના કેન્દ્રમાં છે. બાયજુ બોર્ડના સભ્યો અને રોકાણકારોનું સાંભળતા નથી.

દુનિયાની સૌથી મોટી ઓડિટ કંપનીઓમાં સામેલ ડેલોયએ પણ Byju'sના ઓડિટર તરીકે રાજીનામું આપી દીધું છે. ડેલોયએ એક નિવેદનમાં કહ્યુ હતું કે, નાણાકીય વર્ષ 2020-21 સંબંધિત કોઈ સંદેશાવ્યવહારને કારણે, ઓડિટ હજી સુધી શરૂ થઈ શક્યું નથી. બાયજુએ ડેલોયના સ્થાને BDO ને કંપનીના કાનૂની ઓડિટર તરીકે નિયુક્ત કર્યા છે.

Byju's વર્ષ 2011માં ઓનલાઇન ટ્યુશન પ્લેટફોર્મ શરૂ કર્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp