64 નવા રેલવે સ્ટેશનો બનશે, SC/ST રિઝર્વેશનમાં ક્રીમી લેયર નહીં થાય લાગૂ

PC: zeebiz.com

મોદી કેબિનેટે ઘણા મહત્ત્વના નિર્ણય લીધા છે. સરકારે 64 નવા રેલવે સ્ટેશનોના નિર્માણને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ 3 કરોડ નવા ઘર બનાવવા માટે પ્રોજેક્ટને પણ અપ્રુવલ આપી દેવામાં આવ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકારના આ નિર્ણયોની જાણકારી આપી. વૈષ્ણવે કહ્યું કે, યોજનાઓથી દેશના અલગ અલગ હિસ્સાઓમાં વિકાસને પ્રોત્સાહન મળશે. સામાન્ય જનતાને જનતાને સારી સુવિધાઓ મળશે. આ બધા નિર્ણયોનું ઉદ્દેશ્ય દેશના વિકાસને ગતિ આપવી અને લોકોની જીવનશૈલીમાં સુધાર કરવાનો છે. આવો જાણીએ મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય.

મોદી સરકારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)માં ક્રીમી લેયર લાગૂ કારવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે SC/ST સમુદાયોના સાંસદોને આ વાત કહી. આ બધા સાંસદ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે 1 ઑગસ્ટે પોતાના 20 વર્ષ જૂના નિર્ણયને પલટાતા કહ્યું કે, હવે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓ માટે અનામાત્મા સબ કોટા બનાવી શકશે. 7 ન્યાયાધીશોની બેન્ચમાં સામેલ જસ્ટિસ બી.આર. ગવઇએ કહ્યું કે, રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં ક્રીમી લેયરની ઓળખ કરવી જોઇએ. ત્યારબાદ જ તેને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

કેબિનેટે 8 નવી રેલવે પરિયોજનાઓને મંજૂરી આપી છે, જેના પર લગભગ 24,657 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ પરિયોજનાઓ હેઠળ 64 નવા સ્ટેશન બનાવવામાં આવશે, જે 7 રાજ્યોના 14 જિલ્લાઓને કવર કરશે. આ પરિયોજનાઓ 2030-2031 સુધી પૂરી થવાની આશા છે. આ સ્ટેશનો બનવાથી 510 ગામ અને લગભગ 40 લાખ લોકોને સારી કનેક્ટિવિટી મળશે. એ સિવાય આ પરિયોજનાઓથી કૃષિ ઉત્પાદનો અને અન્ય જરૂરી વસ્તુઓના ટ્રાન્સ્પોર્ટેશનમાં પણ સુધાર થશે.

મોદી કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ 3 કરોડ નવા ઘરોના નિર્માણની મંજૂરી આપી છે. આ યોજના પર કુલ 3.60 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. તેમાંથી 2 કરોડ ગ્રામીણ ક્ષેત્રોમાં અને 1 કરોડ ઘર શહેરી ક્ષેત્રોમાં બાનવવામાં આવશે. આ યોજનાઓનું ઉદ્દેશ્ય આર્થિક રૂપે નબળા વર્ગો (EWS), નિમ્ન આવક વર્ગ (LIG) અને મધ્યમ આવક વર્ગ (MIG)ના પરિવારોની સસ્તી કિંમતો પર ઘર ઉપલબ્ધ કરાવવાનું છે. કૃષિ ક્ષેત્રમાં સુધાર અને ઉત્પાદકતા વધારવા માટે મોદી સરકારે 1766 કરોડ રૂપિયાના ખર્ચથી ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામને મંજૂરી આપી છે.

આ પ્રોગ્રામ હેઠળ 9 સંસ્થા મળીને બાગાયતી ઉત્પાદનોના પાક અને નિકાસને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય પાકની ગુણવત્તામાં સુધાર લાવવા અને નિકાસને પ્રોત્સાહન વધશે. છેલ્લા 10 વર્ષોમાં બાગાયતી પાકોના નિકાસમાં ખૂબ વધારો થયો છે. એગ્રી પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ હવે 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

મોદી કેબિનેટે એથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમના વિસ્તારને પણ મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 1969 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય પેટ્રોલમાં એથેનોલની માત્રાને વધારવાનું છે, જેનાથી તેલ આયાત પર નિર્ભરતા ઓછી થઇ શકે છે. 10 વર્ષ અગાઉ જ્યાં એથેનોલની માત્રા 1.5 ટકા હતી, તો હવે તેને વધારીને 16 ટકા કરી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે અને તેનાથી ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં પણ કમી આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 1.18 કરોડ ઘરોની મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 85.5 લાખ ઘર પહેલા જ બની ચૂક્યા છે. આ યોજનાના માધ્યમથી સરકારનું ઉદ્દેશ્ય છે કે બધા પાત્ર લોકોને પાકું ઘર ઉપલબ્ધ કરાવી શકાય. આ યોજનાનો લાભ ઉઠાવનારા પરિવારોને આર્થિક મદદ આપવામાં આવશે, જેથી તેઓ પોતાનું ઘર બનાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp