નાણાં મંત્રાલય સામે CAGનો સવાલઃ સરકારે મંજૂરી વગર વાપર્યા 1157 કરોડ

PC: thewire.in

બજેટમાં નક્કી થયેલી રકમથી વધુ રૂપિયા કેન્દ્ર સરકાર સંસદની મંજૂરી વગર ખર્ચ ન કરી શકે. પરંતુ કેગના અહેવાલમાં એક ચોંકાવનારો ધડાકો થયો છે. સંસદમાં રજૂ થયેલા કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે સંસદની અગાઉ મંજૂરી લીધા વિના જ રૂ. 1156.80 કરોડ વાપરી નાંખ્યા છે. એટલું જ નહીં પરંતુ, કેગના અહેવાલમાં નાણામંત્રાલયની કાર્યપધ્ધતિ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. 

કેગના રિપોર્ટમાં નાણાંકીય વર્ષ 2017-18ના વર્ષ અંગે આ વાત કરવામાં આવી છે. કેગનો અહેવાલ ફાઇનાન્સિયલ ઓડિટ ઓફ ધ અકાઉન્ટ્સ ઓફ ધ યુનિયન ગવર્નમેન્ટને નામે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. કેગના અહેવામાં નાણા મંત્રાલયની કામ કરવાની સ્ટાઈલ પર જ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. નાણા મંત્રાલયમાં યોગ્ય માળખું (નવી સેવાઓના સંદર્ભમાં) ઊભું કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેના લીધે વધારાનો ખર્ચ બોજ થયો છે. આ સિવાય મંત્રાલય પાસે આવતા આર્થિક બાબતોના વિભાગ પણ પૂર્વ નિર્ધારિત ખર્ચ (જોગવાઈ)ને વધારવાને મામલે મંજૂરી લેવામાં નિષ્ફળ રહ્યા છે.

સંસદની પબ્લિક અકાઉન્ટ કમિટી (પીએસી) પણ એના 83માં અહેવાલમાં ગ્રાન્ટ્સ-ઇન-એડ અને સબસિડીના મદદમાં પહેલેથી નિર્ધારિત રકમને વધારવા મામલે ગંભીર વાંધો ઉઠાવી ચૂકી હતી. આ પ્રકારની ગંભીર ભૂલો એ વાત દર્શાવે છે કે સંબંધિત મંત્રાલય અથવા વિભાગનું બજેટ આંકલન ખામીપૂર્ણ છે અને નાણાંકીય નિયમો અને જોગવાઈઓની માહિતીનો અભાવ રહેલો છે, એમ PACA તેના અહેવાલમાં ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp