મને ભાઈ કહો, માલીક નહીં.. રાહુલ ગાંધીએ UPના મોચી રામચૈતને કર્યો ફોન

PC: headtopics.com

ઉત્તર પ્રદેશના સુલતાનપુર પહોંચ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગયા અઠવાડિયે એક મોચીની દુકાને ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના હાથે ચપ્પલની સિલાઇ કરી અને ત્યાર પછી પાછળથી મોચીને મશીન મોકલ્યું. હવે મોચી રામચૈતે રાહુલ ગાંધી માટે રિટર્ન ભેટ આપી છે, જે રાહુલ ગાંધીને ખૂબ ગમ્યું છે. બુટ બનાવનાર રામચૈતે ચામડાના કાળા કલરના બુટ બનાવીને મોકલ્યા છે, જે રાહુલને ખૂબ ગમ્યા. આ પછી તેમણે રામચૈતને ફોન કરીને આભાર માન્યો. જો કે, આ દરમિયાન જ્યારે રામચૈતે રાહુલને માલીક કહીને સંબોધન કર્યું, ત્યારે તેમણે વચ્ચે કહ્યું કે, 'મને માલીક નહીં પણ ભાઈ કહો.'

રાહુલ ગાંધીએ પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, 'તાજેતરમાં સુલતાનપુરથી પરત ફરતી વખતે, હું બુટના કારીગર રામચેતજીને મળ્યો હતો, તેમણે મને પ્રેમથી પોતાના હાથથી બનાવેલા ખૂબ જ આરામદાયક અને ઉત્તમ બુટ મોકલ્યા છે.' રાહુલ ગાંધીએ કહ્યું કે, 'કામદાર પરિવારોની 'પરંપરાગત કુશળતા'માં ભારતની સૌથી મોટી સંપત્તિ છુપાયેલી છે. દેશના ખૂણે ખૂણે અલગ-અલગ કૌશલ્ય ધરાવતી આવી કરોડો પ્રતિભાઓ છે. જો આ 'ભારતના નિર્માતાઓ'ને જરૂરી સહયોગ મળે તો તેઓ માત્ર પોતાનું જ નહીં પરંતુ દેશનું ભાગ્ય પણ બદલી શકે છે.'

જ્યારે રામચૈતે રાહુલ ગાંધી માટે 2 જોડી બુટ મોકલ્યા ત્યારે તેમણે રામચૈતને ફોન કરીને આભાર માન્યો. રાહુલે કહ્યું, 'તમે મારા માટે ખૂબ જ સુંદર બુટ મોકલ્યા છે. ખુબ ખુબ આભાર.' આ પછી રામચૈતે કહ્યું કે, તમે અમને ખૂબ જ ઉપર ઉઠાવી દીધા છે, માલીક. આના પર રાહુલ ગાંધીએ તેમને અટકાવ્યા અને તેમને ટોકતા કહ્યું કે, તમે મને માલીક ન કહો, મને ભાઈ કહો. માલીક શબ્દ સારો નથી.

અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી 26 જુલાઈના રોજ સુલતાનપુર ગયા હતા. આ સમય દરમિયાન તેઓ રામચૈત નામના મોચીને મળ્યા અને તેના કામ અને મુશ્કેલીઓ વિશે જાણ્યું. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતાએ ચપ્પલને ટાંકા પણ માર્યા હતા. હવે રાહુલ ગાંધીએ આ મીટિંગનો સંપૂર્ણ વીડિયો 'X' પર શેર કર્યો છે. કુલીઓનું એક જૂથ સોમવારે (5 ઓગસ્ટ) દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યું અને તેમની સાથે તેમની સમસ્યાઓ શેર કરી. તેમણે તેમની માંગણીઓ અંગે તેમને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp