પોતાને બિઝનેસમેન કહીને લક્ઝરી હોટેલમાં રોકાતા બાપ-દીકરો, બિલ આપતી વખતે...

PC: face2news.com

લકઝરી હોટલની તમામ સુવિધાઓનો મસ્ત ઉપયોગ કરીને, મોજમજા કરીને જયારે બિલ ચૂકવાવનો સમય આવે ત્યારે હોટલના કર્મચારીઓને હાથતાળી આપીને ફરાર થઇ જતા પિતા-પુત્રની જોડી આખરે પોલીસના હાથે ઝડપાઇ ગઇ છે. તપાસમાં પોલીસને ખબર પડી કે પુત્રએ અગાઉ પોતે કેનેડાના ઇમિગ્રેશન ઓફીસર તરીકે રોફ ઝાડીને એક પરિવાર પાસેથી રૂપિયા પણ પડાવ્યા હતા. જો કે તેમની કલાકારી લાંબી ચાલી નહી અને આખરે જેલમાં જવાનો વારો આવ્યો છે.

દિલ્હી પોલીસે છેતરપિંડીના કેસમાં એક પિતા-પુત્રની ધરપકડ કરી છે. આ બનેં પોતાને પંજાબના પ્રભાવશાળી બિઝનેસમેન બતાવીને લકઝરી હોટલમાં રોકાતા હતા અને બિલ ભર્યા વગર ફરાર થઇ જતા. પરંતુ દિલ્હીની એક હોટલમાં આવું કરવું બાપ-દિકરાને ભારી પડી ગયું હતું. પોલીસે પુત્ર નવદીપ સિંહ અને પિતા કમલજીત સિંહની ધરપકડ કરી છે.

દિલ્હીના એરોસિટીમાં આવેલી Aloft હોટલના મેનેજરે 11 ઓગસ્ટ 2021ના દિવસે પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે જલંધરના રહેવાસી નવદીપ સિંહે તેમની હોટલમાં ચેક ઇન કર્યું હતુ. એ પછી તેના પિતા કમલજીત સિંહ અને માતા કુલદીપ કૌર પણ હોટલમાં રહેવા માટે આવી ગયા હતા. પરિવારના ત્રણેય સભ્યોએ હોટલની તમામ સુવિધાઓનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો.

Aloft હોટલના મેનેજરે ફરિયાદમાં કહ્યું હતું કે ખાવા-પીવા અને અન્ય સુવિધા સાથે તેમનું બિલ 3,41,054 રૂપિયા થયું હતુ. પરિવારે માત્ર 60,000 રૂપિયા બેંક ટ્રાન્સફર કર્યા હતા. પહેલાં નવદીપના માતા-પિતાએ ચેક આઉટ કરી દીધું હતુ અને બીજા દિવસે નવદીપ 2 કલાકમાં પાછો આવું કહીને ફરાર થઇ ગયો હતો.

ફરિયાદને આધારે પોલીસે  હોટલ પાસેથી બધા દસ્તાવેજો ભેગાં કરીને તપાસ કરી રહી હતી,દરમ્યાન પોલીસને 19 જાન્યુઆરી 2022 ના દિવસે માહિતી મળી કે નવદીપ સિંહ અને તેના પિતા કમલજીત સિંહ નવી દિલ્હીની મહીપાલપુર હોટલમાં રોકાયા છે. પોલીસે હોટલ પર દરોડો પાડીને પિતા-પુત્રની ધરપકડ કરી લીધી હતી.

તપાસમાં પોલીસને ખબર પડી કે નવદીપ સિંહ સામે પંજાબના બરનાલામાં પણ એક કેસ નોંધાયો છે. અહીં નવદીપે એક પરિવાર પાસેથી કેનેડાના ઇમિગ્રેશન અધિકારીનો રોફ ઝાડીને જબરદસ્તીથી રૂપિયા પડાવ્યા હતા.

પોલીસે કહ્યું કે આરોપી નવદીપ સિંહ  આખી યોજનાનો માસ્ટર માઇન્ડ છે. તે પોતાને બિઝનેસમેન તરીકે બતાવીને ફાઇવ સ્ટાર હોટલમાં રોકાતો હતો અને બિલ આપવાના સમયે રફુચક્કર થઇ જતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp