કેવી રીતે મુખ્યમંત્રીની કરવામાં આવે છે ધરપકડ? સમજો નિયમ કાયદા
ઝારખંડના કથિત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની EDની ટીમે તેમના ઘર પર પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં EDએ ઘણા આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં હેમંત સોરેનના નજીકના પણ સામેલ છે. આ અગાઉ હેમંત સોરેનને EDએ ઘણા સમન્સ જાહેર કર્યા. ED તેમના દિલ્હી સ્થિત આવાસ પર પહોંચી હતી, પરંતુ તેઓ ત્યાં ન મળ્યા અને કલાકો સુધી ગાયબ રહ્યા બાદ અચાનક રાંચીમાં પ્રકટ થયા. ત્યારબાદ EDની ટીમે રાંચી પહોંચીને તેમની પૂછપરછ કરી.
કેસની ગંભીરતાને જોતા રાંચીની અંદર કલમ 144 લાગૂ કરવામાં આવી. મુખ્યમંત્રી આવાસમાં DGP અને ચીફ સેક્રેટરી પણ પહોંચી ગયા. આ અગાઉ 2 પ્રકારની આશંકાઓ લગાવવામાં આવી. પહેલી તો એ કે ED તેમની ધરપકડ કરી શકે છે અને બીજી કે તેઓ પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે. જો કે, હેમંત સોરેને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને આગામી મુખ્યમંત્રી ચંપઈ સોરેન હોય શકે છે.
મુખ્યમંત્રીની ધરપકડ કરવાના નિયમ:
IPC હેઠળ કોઈ પણ આરોપીની દોષ સિદ્ધિ થયા બાદ દોષી જ રહી જાય છે. એવમાં તેમની ધરપકડ સિવિલ અને ક્રિમિનલ બંને જ કેસોમાં થાય છે. તો જો મુખ્યમંત્રીની ધરપકડની વાત આવે છે તો તેને લઈને અલગ નિયમ છે. કોડ ઓફ ડિવિલ પ્રોસેડ્યૂર (Code of Civil Procedure) હેઠળ મુખ્યમંત્રીના સંબંધમાં અલગ પ્રાવધાન કરવામાં આવ્યા છે. જેમાં વિશેષ સ્થિતિમાં ધરપકડના નિયમ છે. Code of Civil Procedure 135 હેઠળ કોઈ પણ મુખ્યમંત્રી કે વિધાન પરિષદના સભ્યની ધરપકડમાં છૂટ આપવામાં આવી છે.
જો કે, આ છૂટ માત્ર સિવિલ કેસોને લઈને છે. જો કોઈ મુખ્યમંત્રી પર કોઈ ક્રિમિનલ કેસ થઇ જાય છે તો આ છૂટ લાગૂ થતી નથી અને ક્રિમિનલ કેસ હેઠળ ધરપકડ થઈ શકે છે. જો કોઈ મુખ્યમંત્રીની ક્રિમિનલ કેસમાં ધરપકડ થવાની હોય તો તેનાથી એક દિવસ અગાઉ સદનના અધ્યક્ષ પાસે મંજૂરી લેવી પડશે. કુલ મળીને વિધાનસભા અધ્યક્ષની મંજૂરી બાદ જ મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાય છે. એટલું જ નહીં તેના માટે દિવસોના નિયમ પણ બન્યા છે. Code of Civil Procedure 135 હેઠળ જો વિધાનસભા સત્ર શરૂ થવાનું છે તો તે શરૂ થવાના 40 દિવસ અગાઉ અને સમાપ્ત થવાના 40 દિવસ બાદ મુખ્યમંત્રીની ધરપકડ નહીં કરી શકાય. સાથે જ મુખ્યમંત્રીની સદનની અંદરથી પણ ધરપકડ નહીં કરી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp