મોહન ભાગવતના કાફલાની કારની બાઇક સાથે ટક્કર, 6 વર્ષના બાળકનું મોત

PC: ndtv.com

રાજસ્થાનના અલવરમાં બુધવારના રોજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના કાફલાની ગાડી સાથે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. કાફલાની ગાડીએ હરસોલી મુંડાવર રોડ પર એક બાઇકને ટક્કર મારી દીધી હતી. આ ટક્કરમાં સરપંચ ચેતરામ યાદવ ગંભીરપણે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે તેમના 6 વર્ષના પૌત્ર સચિનનું મોત થયું હતું.

આ દુર્ઘટના એ સમયે થઇ હતી, જ્યારે મોહન ભાગવતની કારોનો કાફલો તિજારાથી પરત ફરી રહ્યો હતો.

આ વર્ષે મે મહિનામાં પણ એક આવી ઘટના બની હતી. મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરના વરોરામાં મોહન ભાગવતના કાફલાની એક કારનો અકસ્માત થયો હતો, આ અકસ્માત કારનું ટાયર ફાટવાને કારણે થયો હતો. આ ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. જે સમયે અકસ્માત થયો તે સમયે સંઘ પ્રમુખ મોહન ભાગવત ચંદ્રપુરથી નાગપુર પરત ફરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp