MPમાં પ્રિયંકા ગાંધી અને કમલનાથ વિરુદ્ધ FIR, જાણો શું છે આખો મામલો

PC: telegraphindia.com

મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકાર પર 50 ટકા કમિશનનો આરોપ લગાવવા પર પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના 3 વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે. ઇન્દોરના સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનમાં પ્રિયંકા ગાંધી, કમલનાથ અને અરુણ યાદવ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 420, 469 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજ્ય સરકાર પર 50 ટકા કમિશન લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમાં એક ચિઠ્ઠીનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.

આ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. તેમના આરોપોને ખોટા બતાવતા મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કોંગ્રેસ નેતાઓ પાસે તેમના આરોપોનું સમર્થન કરવા માટે પુરાવા માગીશ અને તેમણે ચીમકી આપી હતી કે રાજ્ય સરકાર અને ભાજપ સામે કાર્યવાહીના વિકલ્પ ખુલ્લા છે.

તો રાજ્યના ભાજપ પ્રમુખ વી.ડી. શર્માએ આરોપ લગાવવા માટે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં એક નકલી પત્રનો સંદર્ભ આપવાનો આરોપ લગાવતા કોંગ્રેસ નેતા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી હતી. શુક્રવારે પ્રિયંકા ગાંધીએ X, જેને પહેલા ટ્વીટરના નામથી ઓળખવામાં આવતું હતું, તેના પર દાવો કર્યો હતો કે, મધ્ય પ્રદેશના કોન્ટ્રાક્ટરોના એક સંઘે હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને ચિઠ્ઠી લખીને ફરિયાદ કરી હતી કે, તેમને 50 ટકા કમિશન આપ્યા બાદ પેમેન્ટ થાય છે.

પ્રિયંકા ગાંધીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘કર્ણાટકની ભ્રષ્ટ સરકાર 40 ટકા કમિશન વસૂલતી હતી. મધ્ય પ્રદેશમાં ભાજપ પોતાના જ ભ્રષ્ટાચારના રેકોર્ડ તોડીને આગળ નીકળી ગઈ. કર્ણાટકની જનતાએ 40 ટકા કમિશનવાળી સરકારને હટાવી દીધી, હવે મધ્ય પ્રદેશની જનતા 50 ટકા કમિશનવાળી સરકાર હટાવશે.’ ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ ચીમકી આપી હતું કે , કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી પાસે ખોટું બોલાવ્યું અને હવે પ્રિયંકા ગાંધી પાસે ખોટી ટ્વીટ કરાવી. પ્રિયંકાજી, તમારી ટ્વીટના પુરાવા આપો, અન્યથા અમારી પાસે કાર્યવાહી માટે બધા વિકલ્પ ખુલ્લા છે.

પ્રિયંકા ગાંધીને હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખનાર એ વ્યક્તિ કે કોન્ટ્રાક્ટરનું નામ બતાવવું જોઈએ, જેનો ઉલ્લેખ તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો છે. તો મધ્ય પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ કે.કે. મિશ્રાએ કહ્યું કે, તેમની પાર્ટી એ સાબિત કરી દેશે કે ભાજપ સરકાર ભ્રષ્ટ છે. ભાજપે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ, પરંતુ સત્તાધારી પાર્ટી રાજનીતિક આતંક ઉત્પન્ન કરી રહી છે. તે અસંવૈધાનિક રીત અપનાવી રહી છે. અમે સાબિત કરી દઇશું કે સરકાર ભ્રષ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp