બાબા રામદેવ વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો શું છે આખો મામલો

PC: linkedin.com

પતંજલિ આયુર્વેદના કો-ફાઉન્ડર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ કેરળની એક કોર્ટમાં ક્રિમિનલ કેસ નોંધાયો છે. આ કેસ કંપની દ્વારા તથા કથિત જાહેરાત પ્રકાશિત કરવાના સંબંધમાં દાખલ કરવામાં આવ્યો છે.  કોઝિકોડમાં ન્યાયિક પ્રથમ શ્રેણી મેજિસ્ટ્રેટ કોર્ટ 3 જૂને આ કેસ પર સુનાવણી કરશે. આ કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના વ્યક્તિગત રૂપે ઉપસ્થિત રહેવાની સંભાવના છે.

હાલમાં જ સુપ્રીમ કોર્ટે પણ ભ્રામક જાહેરાતો માટે પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ શરૂ કરેલ કોર્ટની અવમાનનાની કાર્યવાહીમાં તેમને વ્યક્તિગત રૂપે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. પતંજલિની પ્રોડક્ટ્સની વિપરણ અને વેચાણ કરનારી દિવ્ય ફાર્મસી વિરુદ્ધ આ વર્ષે એપ્રિલમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે કેસ નોંધ્યો હતો. આ ડ્રગસ એન્ડ મેજિક રેમેડિઝ (આપત્તિજનક જાહેરાત) અધિનિયમ 1954ની કલમ 3(B) અને 3(D) હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો, જે કેટલીક બીમારીઓ અને વિકારોની સારવાર માટે કેટલીક દવાઓની જાહેરાત પર રોક લગાવે છે.

કલમ 3(B) જાહેરાતમાં કોઈ પણ દવાનો ઉલ્લેખ કરતા રોકે છે, જે સૂચન આપે છે કે તેનો ઉપયોગ યૌન આનંદ માટે મનુષ્યોની ક્ષમતાને બનાવી રાખવા કે સુધાર માટે કરી શકાય છે.  કલમ 3(D) જાહેરાતને કોઈ પણ દવાનો સંદર્ભ આપતા રોકે છે, જે સૂચન આપે છે કે તેનો ઉપયોગ અનુસૂચીમાં નિર્દિષ્ટ કોઈ પણ બીમારી, વિકાર કે સ્થિતિ કે કોઈ અન્ય બીમારી, વિકારના નિદાન, સારવાર, શમન, ઉપચાર કે નિયંત્રણ માટે કરી શકાય છે કે શરત જે અધિનિયમ હેઠળ બનાવવામાં આવેલા નિયમોમાં નિર્દિષ્ટ કરી શકે છે.

પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવ હાલમાં જ પોતાની પ્રોડક્ટ્સ બાબતે ભ્રામક જાહેરાત પ્રકાશિત કરવા માટે લાઇમલાઇટમાં છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ આધુનિક ચિકિત્સાની ઉપેક્ષા કરનાર ભ્રામક જાહેરતોને લઈને પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે પતંજલિની દવાઓની જાહેરાતો પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો હતો અને ભ્રામક દાવા કરવા માટે તેના સંસ્થાપકોને અવમાનનાની નોટિસ જાહેર કરી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પતંજલિ આ ખોટો દાવો કરીને દેશને છેતરી રહી છે કે તેની દવાઓ કેટલીક બીમારીઓની સારવાર કરે છે, જ્યારે તેના કોઈ યોગ્ય પુરાવા નથી. રામદેવ અને બાલકૃષ્ણના કોર્ટમાં રજૂ થવા અને માફી માગ્યા બાદ સુપ્રીમ કોર્ટે માફીનામાને અખબારમાં પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસ દરમિયાન કોર્ટે પતંજલિ વિરુદ્ધ 1945ના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સને લાગૂ ન કરવા માટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp