વોટ નાખતી વખત EVMનો ફોટો પાડીને વૉટ્સએપ પર કર્યો શેર, BJP નેતા પર FIR

PC: ghamasan.com

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ઘણી વખત સવાલોના ઘેરામાં આવી ચૂકી છે. ક્યારેક તેની પ્રમાણિકતા તો ક્યારેક તેની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન લાગે છે. મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી વચ્ચે ફરી એક વખત EVM વિવાદોમાં આવી રહી છે. મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં એક ભાજપના નેતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી દિલાવર ખાન વિરુદ્ધ કલમ 188 અને 126નો કેસ નોંધવામાં આવ્યો છે. દિલાવર ખાન પર આરોપ છે કે તેણે વોટ નાખતી વખત ફોટો ખેચીને સોશિયલ મીડિયા પર શેર કર્યો.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી વખત મતદાન દરમિયાન 17 નવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને પૂર્વ કાઉન્સિલર દિલાવર ખાનને વોટ નાખવા દરમિયાન EVM મશીનનો ફોટો પાડવો અને તેને વાયરલ કરવાનું મોંઘું પડી ગયું. આ મામલે કોંગ્રેસે લેખિત ફરિયાદ કરી હતી. આ મામલે મંગળવારે દિલાવર ખાન વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે. જનસંપર્ક તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ મુજબ, વિધાનસભાની ચૂંટણી માટે 17 નવેમ્બરના રોજ મતદાન થયું હતું.

આ દરમિયાન પૂર્વ કાઉન્સિલ દિલાવર ખાને વોર્ડ નંબર 22 સ્થિત બૂથ નંબર 121 શાસકીય ઉર્દૂ પ્રાથમિક શાળા લાલ સ્કૂલ હરદામાં પોતાનું વોટ નાખીને એ EVMનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. રિટર્નિંગ અધિકારી આશિષ ખેરે જણાવ્યું કે, આ મામલે મંગળવારે હરદા કોતવાલી પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 188 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 126 (A) હેઠળ FIR નોંધાવી છે.

આ બાબતે એડિશનલ SP RD પ્રજાપતિએ કહ્યું કે, મામલતદારના અહેવાલના આધાર પર સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં આરોપી દિલાવર ખાન વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હરદા કૃષિ મંત્રી કમલ પટેલનું ગઢ કહેવામાં આવે છે. આ વખત હરદા સીટ પરથી ભાજપે કમલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે રામ કિશોર ડોંગે મેદાનમાં છે. 17 નવેમ્બરના રોજ મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. પરિણામ માટે 3 ડિસેમ્બર સુધીની રાહ જોવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp