જાળી-હુક્સથી નહીં, 220ના કરંટથી પકડે છે માછલી, તેમની સાથે બેટરી-ઇન્વર્ટર હોય છે!
આમ જોવા જઈએ તો, તમે માછીમારી કરવાની ઘણી પદ્ધતિઓ જોઈ હશે. પરંતુ આજે અમે તમને જે પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, અમે દાવો કરીને કહીએ છીએ કે તમે આવું પહેલા ભાગ્યે જ જોયું હશે કે સાંભળ્યું હશે. હકીકતમાં, વાલ્મિકી ટાઈગર રિઝર્વના ગાઢ જંગલોને અડીને આવેલા વિસ્તારોમાં થારુ અને ઉંરાવ જાતિના લોકો વસે છે. અહીં વસેલી આ જનજાતિ માછીમારી માટે એવી પદ્ધતિ અપનાવે છે, જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
તમને જાણીને નવાઈ લાગશે કે, અહીં રહેતા લોકો માછલી પકડવા માટે હુક્સ કે જાળીનો ઉપયોગ નથી કરતા. બંને હાથમાં વાંસની લાકડી અને પાછળ ખભે લટકાવેલી એક થેલી, જેમાં બેટરી અને થોડા મીટર વાયર હોય છે. બસ આ વસ્તુઓની મદદથી અહીં માછીમારી કરવામાં આવે છે.
અહીં તમને જણાવી દઈએ કે, એક પાતળી વાંસની લાકડી પર એલ્યુમિનિયમનું લેયર હોય છે, જેના પર ઇલેક્ટ્રિક વાયર લપેટવામાં આવે છે. આ વાયર બેગમાં રાખવામાં આવેલી બેટરી સાથે જોડાયેલ છે, જે બેગમાં જ રાખવામાં આવેલા નાના ઇન્વર્ટર સાથે જોડાયેલ હોય છે અને કરંટ પસાર થાય છે. હવે જ્યારે વાંસની લાકડીની આસપાસ વીંટાળેલા વાયરમાં કરંટ વહેવા લાગે છે, ત્યારે સ્થાનિક રહીશો માછલીઓને ઝટકો આપવા માટે તેને પાણીમાં નાખ્યો હતો.
જંગલને અડીને આવેલા મહાદેવા ગામના રહેવાસી શુભમ નીરજ કહે છે કે, જિલ્લાના લગભગ તમામ (250) થારુ ગામોમાં માછીમારી માટે આ ખાસ ટેકનિક અપનાવવામાં આવે છે. બેગમાં રાખેલી બેટરી બાઇક કે ઓટો રિક્ષામાંથી બહાર કાઢવામાં આવે છે. તે પછી તેને પોર્ટેબલ ઇન્વર્ટર સાથે જોડવામાં આવે છે. શુભમના જણાવ્યા અનુસાર, બજારમાં આ પોર્ટેબલ ઇન્વર્ટરની કિંમત 500 થી 600 રૂપિયા હોય છે. ઇન્વર્ટર બેટરી પાવરને DC થી AC મોડમાં ફેરવે છે, જેના કારણે 220 વોલ્ટ કરંટ ઉત્પન્ન થાય છે.
220 વોલ્ટ કરંટથી સજ્જ સળિયા પહાડી નદીઓમાં મૂકવામાં આવે છે, જ્યાં માછલીઓ જથ્થાબંધ રીતે પસાર થતી હોય છે. માછલીઓને કરંટ લાગતા જ જોરદાર ઝટકો લાગે છે, જેના કારણે તે થોડીવાર માટે બેભાન થઈ જાય છે. આ તકનો લાભ ઉઠાવીને માછીમારો તેમને પકડી લે છે અને પછી કોથળામાં મૂકી દે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, તે ઝાટકાની રેન્જ માત્ર 1 મીટર સુધીની હોય છે. આવી સ્થિતિમાં માછીમારોને આનાથી કોઈ નુકસાન થતું નથી. તેમજ વાંસની લાકડીના કારણે માછીમારોને ઝટકો પણ લાગતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp