ચૂંટણી બોન્ડના મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે જુઓ શું કહ્યું

PC: hindustantimes.com

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શનિવારે કહ્યું કે, ચૂંટણી પંચ ઇલેક્ટોરલ બોન્ડ યોજનાના સંબંધમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરશે. રાજીવ કુમારે સંવાદદાતાઓને કહ્યું કે, ચૂંટણી પંચ હંમેશાં સૂચના પ્રવાહ અને ભાગીદારીમાં પરદર્શિતાના આધાર પર કામ કરે છે. સુપ્રીમ કોર્ટને આપેલી એફિડેવિટમાં ચૂંટણી પંચે કહ્યું કે, તે પારદર્શિતાના પક્ષમાં છે અને જ્યારે આદેશ જાહેર કરવામાં આવશે તો તે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર પગલાં ઉઠાવશે.' EVMના પ્રયોગ વિના ચૂંટણી કરાવવાને લઈને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ સાથે જોડાયેલા એક સવાલ પર મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, 'નિર્ણય આવવા દો, જો જરૂરિયાત પડી તો કોર્ટના નિર્દેશ મુજબ બદલાવ કરવામાં આવશે.'

સુપ્રીમ કોર્ટે આગામી લોકસભાની ચૂંટણી અગાઉ ગુરુવારે એક ઐતિહાસિક નિર્ણયમાં ચૂંટણી બોન્ડ યોજનાને અસંવૈધાનિક કરાર આપતા રદ્દ કરી દીધા. તેમજ ફંડ આપનારા, બોન્ડની રકમ અને તેમના પ્રાપ્તકર્તાઓની જાણકારી ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા. મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની સંવિધાન પીઠે વર્ષ 2018ની આ યોજનાને ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સૂચનાના સંવૈધાનિક અધિકારોનું ઉલ્લંઘન બતાવ્યું. સુપ્રીમ કોર્ટ કેન્દ્રની એ દલીલથી સહમત નહોતી કે આ યોજનાનું ઉદ્દેશ્ય રાજનીતિક ફંડમાં પારદર્શિતા લાવવું અને કાળા ધન પર અંકુશ લગાવવાનું હતું.

લોકસભાની ચૂંટણી અગાઉ આવેલા આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે આ યોજનાને તાત્કાલિક બંધ કરવા તેમજ આ યોજના માટે અધિકૃત નાણાકીય સંસ્થા ભારતીય સ્ટેટ બેંક (SBI)ને 12 એપ્રિલ 2019થી અત્યાર સુધી ખરીદેલા ચૂંટણી બોન્ડનું વિસ્તૃત જાણકારી 6 માર્ચ સુધી ચૂંટણી પંચને સોંપવાના નિર્દેશ પણ આપ્યા. તો મુખ્ય ચૂંટણી કમિશનરે ચૂંટણી પંચ 2024ની સંસદીય ચૂંટણી અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પૂરી રીતે તૈયાર છે અને બધી તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે.

રાજીવ કુમારે કહ્યું કે, હું ચૂંટણી પંચ તરફથી અને તમારા (મીડિયા)ના માધ્યમથી કહેવા માગું છું કે અમે 2024ની સંસદીય ચૂંટણી અને રાજ્ય (ઓરિસા) વિધાનસભાની ચૂંટણી કરાવવા પૂરી રીતે તૈયાર છીએ. દરેક તૈયારી લગભગ થઈ ચૂકી છે. હું ચૂંટણી પંચ તરફથી તમારા માધ્યમથી અનુરોધ કરું છું કે ઓરિસ્સાના બધા મતદાતાઓએ આવવું જોઈએ અને લોકતંત્રના આ ઉત્સવમાં ભાગ લેવો જોઈએ. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચૂંટણી પંચ જલદી જ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp