ભરમાવનાર ઓફર અને નકલી ડિસ્કાઉન્ટ પર લાગશે બ્રેક, સરકારે ડાર્ક પેટર્નને કરી બેન
કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા 'ડાર્ક પેટર્ન' પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેનો અર્થ એ છે કે ઇ-કોમર્સ કંપનીઓ જે સતત ગ્રાહકોને ભરમાવનારી ઓફર દેખાડે છે. જે નકલી દાવાઓના માધ્યમથી પોતાના પ્રોડક્ટ ખરીદવા માટે દબાવ બનાવે છે, હવે એ પ્રેક્ટિસ પર પ્રતિબંધ લાગી જશે. કહેવામાં આવી રહ્યું છે કે, સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ 30 નવેમ્બરના રોજ જ આ નિર્ણયને લઇને પોતાની નોટિફિકેશન જાહેર કરી દીધી હતી. હવે બધા ગૂડ્સ એન્ડ સર્વિસવાળા પ્લેટફોર્મ્સ પર આ ગાઈડલાઇન લાગૂ થવાની છે.
ડાર્ક પેટર્ન શું હોય છે?
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ડાર્ક પેટર્ન એક એવી પ્રેક્ટિસ છે, જ્યાં ગ્રાહકોને ભરમાવવા માટે જાત-જાતની વસ્તુ કરવામાં આવે છે. જ્યારે પણ તમે કોઈ ઇ-કોમર્સ વેબસાઇટ પર જાવ છો, કેટલીક વખત ત્યાં મોટું મોટું લખેલું હોય છે Only 1 Stock Left. આ પ્રકારે ઘણી વખત જોવા મળે છે કે કોઈ ફોન પર સીધે સીધી 50 ટકાની છૂટ આપી દેવામાં આવે છે (પછી ખબર પડે છે કે એ ફોનની અસલી MRP ખૂબ ઓછી હોય છે અને ભરમાવવા માટે વધેલી કિંમત પર જ ડિસ્કાઉન્ટ દેખાડવાનો પ્રયાસ હોય છે), આ બધુ ડાર્ક પેટર્નની અંદર આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યાં ગ્રાહકોને અંધારામાં રાખવામાં આવે છે, તેને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે.
કેવી રીતે ખબર પડે કે આ ડાર્ક પેટર્ન છે?
આમ અન્ય ઘણી બધી વસ્તુઓને ડાર્ક પેટર્નની અંદર રાખી શકાય છે. ઉદાહરણ તરીકે ઘણી વખત જ્યાં સુધી તમે કોઈ વેબસાઇટ પરથી સામાન ન ખરીદી લો, ત્યાં સુધી તમે બીજી વેબસાઇટ પર જઈ શકતા નથી. એ પ્રકારનો જે દબાવ બનાવવાનો પ્રયાસ થાય છે તેને પણ ડાર્ક પેટર્ન જ માનવામાં આવે છે. આ પ્રકારે ઘણી વખત સામાનની અસલી રેટ છુપાવવી કે ફાઇનલ ઓર્ડર બાદ રેટનો ખુલાસો કરવાનું પણ આ જ પ્રેક્ટિસનો હિસ્સો માનવામાં આવે છે.
કેમ માનવામાં આવી રહ્યો છે મોટો નિર્ણય?
મોટો નિર્ણય એટલે માનવામાં આવે છે કેમ કે હવે સરકારે આ પ્રેક્ટિસ પર પ્રતિબંધ લગાવી દીધો છે, એવામાં ગ્રાહકો માટે આ એક મોટી રાહત છે અને તેનું નુકસાન પણ ઓછામાં ઓછું થશે. આમ આ એ નિર્ણય છે જેની માગ લાંબા સમય થતી હતી. કેટલીક વખત ફરિયાદ પણ થઈ હતી, છેતરપિંડીના ઘણા સમાચાર ચર્ચામાં રહે છે, પરંતુ આ વખત સરકારે સખ્તાઈ દેખાડતા ઇ-કોમર્સ કંપનીઓને ઝટકો આપવાનું કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp