શું રાજ્યોને તેમના પૈસા નથી આપી રહી કેન્દ્ર સરકાર, જાણો કયા આધારે મળે છે ફંડ

PC: indiatoday.in

કેન્દ્ર સરકાર પર રાજ્ય સરકારોએ તેમના હિસ્સાના પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો છે. કર્ણાટક સહિત ઘણા રાજ્ય સરકારોએ કેન્દ્ર પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. વચગાળાના બજેટ બાદ પણ આ પ્રકારના આરોપ કેન્દ્ર પર લગાવવામાં આવ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ તો પોતાના ધારાસભ્યો અને કોંગ્રેસ પાર્ટીના સાંસદો સાથે કેન્દ્ર વિરુદ્ધ મોરચો ખોલી દીધો.

તેમણે જંતર-મંતર પર પ્રદર્શન કરીને કેન્દ્રને ભેદભાવ ન કરવાની અપીલ કરી અને કહ્યું કે, અમે કેન્દ્રને 100 રૂપિયા આપી રહ્યા છીએ તો તે માત્ર 12 રૂપિયા પરત કરી રહ્યું છે. કર્ણાટક સહિત ઘણા દક્ષિણ ભારતના રાજ્યોનો આરોપ છે કે કેન્દ્રને જે રાજ્ય વધુ ટેક્સ ભેગા કરીને આપી રહ્યા છે, તેમને બીજા રાજ્યોની તુલનામાં ઓછું ફંડ આપવામાં આવે છે. આ રાજ્યોનો કેન્દ્ર સરકાર પર આરોપ છે કે કેન્દ્ર સરકાર ઉત્તર ભારતના રાજ્યોને ઓછો ટેક્સ આપાવા છતા વધુ ફંડ આપે છે.

કોને મળ્યું વધુ ફંડ?

હંમેશાંની જેમ જ આ વખતના બજેટમાં પણ કેન્દ્ર સરકારે ફંડની વહેચણીનો બજેટ જાહેર કર્યું. તેમાં કહેવામાં આવ્યું કે કેન્દ્રના ટેક્સ અને શૂલ્કોમાંથી કયા રાજ્યને કેટલો હિસ્સો આપવામાં આવ્યો છે. જાણકારીમાં બતાવવામાં આવ્યું છે કે તેમાં કુલ કરમાંથી સૌથી વધુ ઉત્તર પ્રદેશને 17.939 ટકા એટલે કે 2.19 લાખ કરોડ રૂપિયા મળશે. તો બીજા નંબર પર બિહારને 10.058 ટકા એટલે કે 1.23 લાખ કરોડ રૂપિયા મળશે. ત્રીજા નંબર પર મધ્ય પ્રદેશ 7.85 ટકા (95,752 કરોડ), પછી પશ્ચિમ બંગાળ 7.52 ટકા (91,764 કરોડ) અને પાંચમા નંબર પર મહારાષ્ટ્રને 6.31 ટકા (77,053 કરોડ) મળશે.

આ રાજ્યોને મળે છે ઓછો હિસ્સો:

કેન્દ્રના ફંડમાં સૌથી ઓછો આંધ્ર પ્રદેશ 4.05 ટકા એટલે કે 49,364 કરોડ, કર્ણાટકને 3.65 ટકા એટલે કે 44,485 કરોડ અને તામિલનાડુને 4.08 ટકા એટલે કે 49,755 કરોડનો હિસ્સો મળે છે.

શું છે વિવાદનું કારણ?

દક્ષિણની સરકારોનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર રાજ્યોને ઓછું ફંડ આપી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે જેટલો ટેક્સ રાજ્યો ભરે છે, તેની તુલનામાં ઘણું ઓછું ફંડ તેમને આપવામાં આવે છે. કોંગ્રેસનું કહેવું છે કે 14માં નાણાં પંચમાં જ્યારે કરોની વહેચણી કરી તો કર્ણાટકને 4.71 ટકા હિસ્સેદારી મળવાની હતી, પરંતુ હવે 15માં નાણાં પંચમાં એ ઘટીને 3.64 કરોડ થઈ ગઈ છે. તેનાથી રાજ્યને લગભગ 2 લાખ કરોડનું નુકસાન થયું છે. જો કે, આંકડાઓ મુજબ એ સ્પષ્ટ છે કે વધુ ટેક્સ આપનારાઓને કેન્દ્ર તરફથી ટેક્સનો ઓછો હિસ્સો મળે છે. આમ બિહાર ટેક્સ આપવામાં વધારે આગળ નથી, પરંતુ ઉત્તર પ્રદેશ બાદ તેને જ સૌથી વધુ ટેક્સની હિસ્સેદારી મળે છે. તો ટેક્સ જમા કરનાર ટોપ રાજ્યોમાં કર્ણાટક, તામિલનાડુ અને ગુજરાતને ફંડ ઓછું મળે છે.

આ પ્રકારે થાય છે ટેક્સની ફાળવણી:

દેશના સંવિધાનના અનુચ્છેદ 280 મુજબ, ટેક્સની હિસ્સેદારી નાણાંપં ચ હેઠળ રહે છે. નાણાં પંચ જ રાજ્યોને શું હિસ્સો મળે તેની ભલામણ કરે છે. GST આવ્યા બાદ ઘણા એવા ટેક્સ છે જે પહેલા રાજ્ય સરકારો પોતે લેતી હતી, એ હવે કેન્દ્ર પાસે જાય છે. તેનો હિસ્સો મેળવવા માટે પણ રાજ્યોએ કેન્દ્ર પર નિર્ભર રહેવું પડે છે. આ આર્ટિકલમાં બતાવી દઈએ કે રાજ્યોને આ ફંડ વેટેજ સિસ્ટમના આધાર પર મળે છે. રાજ્યોને વસ્તી, જંગલ, પરફોર્મન્સ, ઇનકમ અને રાજ્યનું નુકસાન ઓછું કરવાના પ્રયાસના આધાર અપર હિસ્સેદારી મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp