ફટવા લાગી હતી ધરતી, હવે બદલાયું ઉત્તરાખંડના જોશીમઠનું નામ, જાણો નવી ઓળખ

PC: scroll.in

ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારે રાજ્યના પ્રસિદ્ધ ક્ષેત્ર જોશીમઠનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. હવે આ શહેર જ્યોતિર્મઠ નામથી ઓળખાશે. તેને લઈને નોટિસ પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ અગાઉ આ ક્ષેત્રમાં ભયાનક પ્રાકૃતિક આપત્તિ સામે આવી હતી. આખા ક્ષેત્રમાં જમીન ફાટવા અને ઘરોમાં તિરાડ પડવાની ઘટનાઓ સામે આવવા લાગી હતી. ગયા વર્ષે રાજ્યના ચમોલી જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જોશી મઠનું નામ બદલીને જોતિર્મઠ કરવાની જાહેરાત કરી દીધી હતી.

મુખ્યમંત્રીની જાહેરાત બાદ તેના માટે પ્રસ્તાવ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જોશીમઠ ધ્વસ્ત થવા પાછળ કેટલાક મહત્ત્વના ફેક્ટર છે. ઓગસ્ટ 2022માં ઉત્તરાખંડ આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ, જોશીમઠ ધસવામાં ભૂગર્ભિયા કારક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. મુશળધાર વરસાદ અને પૂરે પણ જોશીમઠ ધસવામાં યોગદાન આપ્યું છે. જૂન 2013 અને ફેબ્રુઆરી 2021ના પૂરની ઘટનાઓથી પણ ક્ષેત્રની જમીન નબળી થઈ, તે ધસવાનું જોખમ વધી ગયું છે.

ભારત-ચીન LAC સાથે લાગતા ચમોલી જિલ્લામાં વસેલું આ શહેર સમારીક દૃષ્ટિથી પણ મહત્ત્વપૂર્ણ છે. આ જગ્યાથી બદ્રીનાથ, માણા, ફૂલો કી ઘાટી અને હેમકુંડ માટે રસ્તો જાય છે. આ કારણે એ ધાર્મિક અને આર્થિક ગતિવિધિઓનું સૌથી મોટું કેન્દ્ર છે. તેની પાસે જ પ્રસિદ્ધ પર્યટક સ્થળ ઔલી પણ છે. જ્યાં દર વર્ષે ઉનાળા અને શિયાળામાં લાખો ટુરિસ્ટ આવે છે, પરંતુ હવે  શહેર પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યું છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, અહીની વસ્તી લગભગ 4 લાખ 55 હજાર હતી, જે વધીને હવે બેગણી થઈ ગઈ છે. હવે જમીન ધસવાના કારણે ઘણા ગામ એવા છે જેમાં રહી શકવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp