માર્ચમાં CAA લાગૂ થવાના આ છે 2 મોટા કારણ, કોની પાસે હશે નાગરિકતા આપવાનો અધિકાર?

PC: indiatoday.in

ગૃહ મંત્રાલય લોકસભાની આદર્શ આચાર સંહિતા લાગૂ થવા અગાઉ કોઈ પણ સમયે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) નિયમોને અધિસૂચિત કરી શકે છે. જાણકારો મુજબ, CAA નિયમમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચારનો ભોગ બનેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 10 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં કહ્યું હતું કે, CAAને લાગૂ કરવાના નિયમ આગામી લોકસભાની ચૂંટણી અગાઉ જાહેર કરવામાં આવશે અને લાભાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાની પ્રક્રિયા જલદી જ શરૂ થશે.

CAA લાગૂ થવાનું સૌથી મોટું કારણ છે લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગૂ થવી. કેન્દ્ર સરકાર તેને લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અગાઉ આ કાયદાને લાગૂ કરવા માગે છે. બીજું કારણ CAAને લઈને થોડા સમય અગાઉ સરકાર દ્વારા એક પોર્ટલ પણ તૈયાર કરી લેવામાં આવી છે. પાત્ર પાડોશી દેશોથી આવનારા વિસ્થાપિતોએ માત્ર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી પડશે અને ગૃહ મંત્રાલય તેની તપાસ કરીને નાગરિકતા જાહેર કરી દેશે. CAA રૂલ્સ મુજબ, નાગરિકતા આપવાનો અધિકાર પૂરી રીતે કેન્દ્ર પાસે હશે.

CAA કાયદા હેઠળ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી 31 ડિસેમ્બર 2014 અગાઉ આવનારા લઘુમતીઓ (હિન્દુ, ખ્રિસ્તી, સિખ, બૌદ્ધ અને પારસી)ને ભારતની નાગરિકતા આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દેશોથી આવેલા વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજની જરૂરિયાત નહીં હોય. સંસદે ડિસેમ્બર 2019માં સંબંધિત બિલને મંજૂરી આપી હતી અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તેના વિરોધમાં દેશના કેટલાક હિસ્સાઓમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થયા હતા.

CAAને લઈને દેશમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. ઘણી રાજનીતિક પાર્ટીઓએ પણ તેનો વિરોધ કર્યો હતો. આ કારણે સરકારે રૂલ્સ ફ્રેમ કરવામાં મોડું કર્યું હતું, પરંતુ હવે CAA રૂલ્સની નોટિફિકેશન હોમ મિનિસ્ટ્રીએ જાહેર કરવાની પૂરી તૈયારી કરી લીધી છે.

કેવી રીતે થશે અરજી?

અધિકારીઓએ કહ્યું કે, નિયમ તૈયાર છે અને ઓનલાઇન પોર્ટલ પણ તૈયાર છે કેમ કે આખી પ્રક્રિયા ઓનલાઇન થશે. અરજીકર્તાઓએ એ વર્ષ બતાવવું પડશે, જ્યારે તેમણે યાત્રા દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કર્યો હતો. અરજીકર્તાઓ પાસે કોઈ દસ્તાવેજ માગવામાં નહીં આવે. વિવાદાસ્પદ CAAને લાગૂ કરવાનો વાયદો પશ્ચિમ બંગાળમાં ગત વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં ભાજપનો એક મુખ્ય ચૂંટણી મુદ્દો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp