આવાસ યોજનાની શરતોમાં સરકારે કર્યો બદલાવ, હવે આ લોકોને પણ મળશે ફાયદો

PC: deshgujarat.com

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY)ની શરતોમાં મોદી સરકારે બદલાવ કર્યો છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ઓટોમેટિક એક્સક્લૂઝન માપદંડોમાં ઢીલ આપી છે. નવા નિયમો હેઠળ હવે ટૂ વ્હીલર, મોટરથી ચાલતી માછલી પકડવા માટેની બોટ, રેફ્રિજરેટર, લેન્ડલાઇન ફોન અને 15,000 રૂપિયા મહિના સુધીની આવકવાળા પરિવાર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો ફાયદો લઈ શકશે.

હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ કયા માપદંડોથી થશે ઓટોમેટિક પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ?

રિપોર્ટમાં વધુમાં બતાવવામાં આવ્યું છે કે, મોટરથી ચાલતા 3 અને 4 વ્હીલના વાહન, મશીનથી ચાલતા 3/4 વ્હીલર કૃષિ ઉપકરણ, 50,000 રૂપિયા કે તેનાથી વધુનો ક્રેડિટ સીમાવાળો કિસાન ક્રેડિટ કાર્ડ રાખનાર એવા પરિવાર જેમનો કોઈ સભ્ય સરકારી કર્મચારી હોય, એવો પરિવાર જેનો એક પણ સભ્ય ઇનકમ ટેક્સ આપતો હોય, એવો પરિવાર જેનો બિન ખેતી ઉદ્યમ સરકાર સાથે રજિસ્ટર્ડ હોય, પ્રોફેશનલ ટેક્સ આપતો હોય, 2.5 એકર કે તેનાથી વધુ પિયતવાળી જમીનની માલિકી સીમાવાળા પરિવાર આ યોજના હેઠળ અયોગ્ય હશે.

શિવરાજ સિંહે કરી જાહેરાત

મંગળવારે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના ગ્રામીણ સાથે જોડાયેલા માનાંકોમાં સંશોધનની જાણકારી દેશના વિભિન્ન રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગમાં આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ જમીન સંબંધી માપદંડોને પણ તર્કસંગત બનાવવામાં આવ્યા છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ પાકી છત કે પાકી દીવાલવાળા ઘરોમાં રહેનારા બધા પરિવારો અને 2 કરતા વધુ રૂમવાળા ઘરોમાં રહેતા પરિવારોને પહેલા જ ફિલ્ટર આઉટ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર વર્ષ 2028-29 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 2 કરોડ વધારાના ઘર બનાવવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp