સરકારનો મોટો દાવ, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(WFI) કર્યું સસ્પેન્ડ, આ કારણ આપ્યું

PC: indiatoday.in

ભારતીય કુશ્તી સંઘ (WFI)ના હાલમાં જ ચૂંટણી સંપન્ન થઈ હતી, જેમાં ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહની જીત થઈ હતી અને પહેલવાન અનીતા શ્યોરાણની હાર થઈ હતી. ત્યારબાદ મહિલા પહેલવાન સાક્ષી માલિકે કુશ્તીમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેમણે કહ્યું હતું કે બૃજભૂષણ જેવા જ કોઈ બીજા કુશ્તી સંઘના અધ્યક્ષ બની ગયા છે. એ સિવાય સંજય સિંહ ચૂંટાયા બાદ બજરંગ પૂનિયાએ પણ પ્રધાનમંત્રી આવાસ સામે પોતાનો પદ્મશ્રી રાખી દીધો હતો અને એક ચિઠ્ઠી પણ લખી હતી. તો પહેલવાનોની માગને જોતા હવે સરકારે નવા કુશ્તી સંઘને સસ્પેન્ડ કરી દીધું છે.

સ્પોર્ટ્સ મનીસ્ટ્રીએ કુશ્તી સંઘને રદ્દ કરતા સંજય સિંહ દ્વારા લેવામાં આવેલા બધા નિર્ણયો પર રોક લગાવી દીધી છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ આગામી આદેશ સુધી કોઈ પણ પ્રકારની ગતિવિધિ પર રોક લગાવી દીધી છે. WFIને લઈને આપવામાં આવેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે એમ લાગે છે કે માનો જૂના પદાધિકારી જ બધા નિર્ણય લઈ રહ્યા છે. WFIના નવા ચૂંટાયેલી કાર્યકારી સંસ્થા દ્વારા લેવામાં આવેલા નિર્ણય પૂરી રીતે નિયમો વિરુદ્ધ છે અને WFIના પ્રાવધાનો અને નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કોડનું ઉલ્લંઘન છે.

આ નિર્ણયોથી નવા અધ્યક્ષની મનમાની નજરે પડે છે. જે સિદ્ધાંતો વિરુદ્ધ છે અને પારદર્શિતાથી રહિત છે. નિષ્પક્ષ રમત, પારદર્શિતા અને જવાબદાર સુનિશ્ચિત કરવા માટે નિયમોનું પાલન મહત્ત્વપૂર્ણ છે. એથલીટો, હિતધારકો અને જનતા વચ્ચે વિશ્વાસ બનાવવાનું મહત્ત્વપૂર્ણ છે. તો વિનેશ ફોગાટે કહ્યું કે, એ સારા સમાચાર છે. અમે ઇચ્છીશુ કે આ પદ પર કોઈ મહિલા આવવી કોઈએ જેથી એ સંદેશ જાય કે મહિલાઓ આગળ વધે. સારી વ્યક્તિ આવવી જોઈએ.

તો સ્પોર્ટ મિનિસ્ટ્રીની કાર્યવાહી પર બજરંગ પૂનિયાએ કહ્યું કે, મને અત્યાર સુધી તેની બાબતે જાણકારી નથી. જો આ નિર્ણય લેવામાં આવ્યો છે તો એકદમ બરાબર છે. જે આપણી બહેન દીકરીઓ સાથે થઈ રહ્યું છે. એવા લોકોનું બધા ફેડરેશનમાંથી સફાયો થવો જોઈએ. હાલમાં જ કુશ્તી સંઘે જુનિયર નેશનલ ચેમ્પિયનશીપની જાહેરાત કરી હતી, જેમાં આ ટૂર્નામેન્ટ 28 ડિસેમ્બરથી ઉત્તર પ્રદેશના ગોંડામાં શરૂ થવાનું હતું. તેને લઈને રેસલિંગ છોડી ચૂકેલી સાક્ષી માલિકે સવાલ ઉઠાવ્યા હતા.

તેણે કહ્યું હતું કે મેં કુશ્તી છોડી દીધી છે, પરંતુ કાલ રાતથી હું પરેશાન છું, એ જુનિયર પહેલવાન શું કરે જે મને ફોન કરીને કહી રહી છે કે દીદી આ 28 તારીખથી જૂનિયર નેશનલ થવાની છે અને તેઓ નવી કુશ્તી ફેડરેશને નંદની નગર ગોડામાં કરાવવાનો નિર્ણય લીધો છે. ગોંડા બૃજભૂષણનો વિસ્તાર છે. હવે તમે વિચારો કે જુનિયર મહિલા પહેલવાન કયા માહોલમાં કુશ્તી લડવા ત્યાં જશે. શું આ દેશમાં નંદની નગર સિવાય ક્યાંય પણ નેશનલ કરાવવાની જગ્યા નથી? સમજ આવતી નથી શું કરું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp