વ્યક્તિએ CJI ચંદ્રચૂડને પૂછ્યો સવાલ અને સુપ્રીમ કોર્ટમાં થઈ ગયો આ મોટો બદલાવ

PC: twitter.com

હાલમાં જ વિદેશ યાત્રા દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડને દર્શકોમાંથી એક વ્યક્તિએ સરળ સવાલ પૂછ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જજોની ખુરશીઓની ઊંચાઈ એક સમાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જજો માટે ખુરશીઓને નવા ઢબે ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં જજ પોતાની આરામ અને સુવિધાના હિસાબે ફેરબદલ કરી શકે છે. સાથે તેમને એક સામાન ઊંચાઈ પર પણ સેટ કરવામાં આવી છે. આ બદલાવ સુપ્રીમ કોર્ટમાં હાલમાં કરવામાં આવેલા પાયાના ઢાંચાના સુધારનો જ હિસ્સો છે, જેમાં નવી ડિજિટલ ટેક્નિક પણ સામેલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીના અધિકારીઓએ કહ્યું કે, લાંબા સમયથી જજ પોતાની ખુરશીઓમાં પોતાની જરૂરિયાતોના હિસાબે બદલાવ કરતા રહ્યા છે, પરંતુ બેન્ચ પર ખુરશીઓની અસામાન ઊંચાઈએ ક્યારેય પણ અધિકારિઓનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું નહોતું, જ્યારે 21 મેથી 2 જુલાઇ સુધી સુપ્રીમ કોર્ટના ઉનાળા વેકેશનની રજા દરમિયાન બ્રિટનમાં એક કાર્યક્રમમાં CJI ચંદ્રચૂડને તેની બાબતે કહેવામાં આવ્યું તો તેમણે આ વાત પર ધ્યાન આપ્યું. કાર્યક્રમમાં દર્શકોમાંથી એક જિજ્ઞાસુ વ્યક્તિએ તેમણે પૂછ્યું કે શું તમે મને બતાવી શકો છો કે બેન્ચમાં ખુરશીઓની ઊંચાઈ અલગ-અલગ કેમ છે? એ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટની કાર્યવાહી ઓનલાઇન જોઈ હતી.

CJI ચંદ્રચૂડને તરત જ અનુભવ થયો કે તેની વાત સાચી છે અને સ્વદેશ પરત ફરવા પર તેમણે પોતાના સ્ટાફને આ વાત કહી દીધી. તેઓ પણ આ વાતથી સહમત હતા કે આ એક યોગ્ય સવાલ હતો. તેમણે કહ્યું કે ખુરશીઓની ઊંચાઈઓ અલગ-અલગ એટલે છે કેમ કે અલગ-અલગ જજ અલગ-અલગ સમય પર પોતાની ખુરશીઓમાં બદલાવ કરે છે, જેનું મુખ્ય કારણ છે કામ પર લાંબા સમય સુધી રહેવાના કારણે પીઠ સંબંધિત સમસ્યાઓ થાય છે. CJIએ ત્યારે સુપ્રીમ કોર્ટના અધિકારીઓને નિર્દેશ આપ્યો કે, ખભા, ગળા, પીઠ અને જાંઘને યોગ્ય સપોર્ટ આપવા અને શરીરના હિસાબે એડજસ્ટ કરવાની જરૂરિયાત હોય, પરંતુ એકરૂપતા માટે ઓછામાં ઓછી તેમની ઊંચાઈ બરાબર રાખવી જોઈએ.

આ નિર્દેશોનું વિધિવત પાલન કરવામાં આવ્યું અને જ્યારે સુપ્રીમ કોર્ટ ફરીથી ખૂલી તો ખુરશીઓને એક બરાબર ઊંચાઈ પર ફરીથી સમાયોજિત કરવામાં આવી અને પીઠ અને ખભાને સારું સમર્થન આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીના અધિકારીઓએ કહ્યું કે, આ ખુરશીઓ ઓછામાં ઓછી એક દશક જૂની હતી. જો કે તેઓ ખરીદવાનું યોગ્ય વર્ષ બતાવવામાં અસમર્થ હતા. તેમણે કહ્યું કે, આ ખુરશીઓનો મૂળ ઢાંચો પણ ક્યારેય બદલવામાં આવ્યો નથી કેમ કે કોર્ટ પારંપરિક ડિઝાઇનને યથાવત રાખવા માગે છે, પરંતુ જજોની અંગત જરૂરિયાતો અને પસંદના આધાર પર તેમ સમય-સમય પર ફરીથી બદલાવ કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીના અધિકારીઓએ જણાવ્યું કે, પૂર્વ CJI એન.વી. રમણાએ પોતાની ખુરશીમાં ઓર્થોપેડિક જરૂરિયારોના હિસાબે બદલાવ કર્યો હતો. હાલના CJI ચંદ્રચૂડે પણ થોડા વર્ષ અગાઉ એવું જ કર્યું હતું, જ્યારે તેમણે પીઠના નીચલા હિસ્સામાં સમસ્યા થઈ ગઈ હતી. હાલમાં એવું લાગે છે કે નવા બદલાવો છતા બધા મુદ્દાને હલ કરી શકાયા નથી કેમ કે પીઠની પરેશાનીથી પસાર થઈ રહેલા જસ્ટિસ સૂર્યકાંત, 2 ઑગસ્ટના રોજ સંવિધાનની કલમ 370માં કરવામાં આવેલા બદલાવોને પડકાર આપનારી અરજીઓની સુનાવણી દરમિયાન એક નાની ઓફિસ ચેરનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp