ચંપાઈ સોરેનનો ખુલ્લો બળવો, બોલ્યા- CM પદ પરથી હટાવીને મારું અપમાન કર્યુ હવે...
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ભાજપમાં જવાની અટકળો વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. તેમાં તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ચંપાઈ સોરેને પોતાની પોસ્ટમાં લખ્યું કે છેલ્લા 3 દિવસથી થઈ રહેલા અપમાનજનક વ્યવહારથી ભાવુક થઈને હું આંસુઓને સંભાળવામાં લાગ્યો હતો, પરંતુ તેમને માત્ર ખુરશી સાથે મતલબ હતો. મને એમ લાગ્યું માનો એ પાર્ટીમાં મારું કોઈ વજૂદ નથી. કોઈ અસ્તિત્વ જ નથી. જે પાર્ટી માટે અમે પોતાનું આખી જીવન સમર્પિત કરી દીધું, આ દરમિયાન ઘણી એવી અપમાનજનક ઘટનાઓ થઈ, જેનો ઉલ્લેખ હાલમાં કરવા માગતો નથી. એટલા અપમાન અને તિરસ્કાર બાદ હું વૈકલ્પિક માર્ગ શોધવા મજબૂર થઈ ગયો.
जोहार साथियों,
— Champai Soren (@ChampaiSoren) August 18, 2024
आज समाचार देखने के बाद, आप सभी के मन में कई सवाल उमड़ रहे होंगे। आखिर ऐसा क्या हुआ, जिसने कोल्हान के एक छोटे से गांव में रहने वाले एक गरीब किसान के बेटे को इस मोड़ पर लाकर खड़ा कर दिया।
अपने सार्वजनिक जीवन की शुरुआत में औद्योगिक घरानों के खिलाफ मजदूरों की आवाज…
ચંપાઈ સોરેને કહ્યું કે, છેલ્લા 4 દશકોના પોતાની બેદાગ રાજનીતિક સફરમાં હું પહેલી વખત અંદરથી તૂટી ગયો. સમજમાં આવી રહ્યું નથી કે શું કરું. 2 દિવસ સુધી ચૂપચાપ બેસીને આત્મમંથન કરતો રહ્યો, આખા ઘટનાક્રમમાં પોતાની ભૂલ શોધતો રહ્યો. સત્તાને લોભ રતીભાર પણ નહોતો, પરંતુ આત્મસન્માન પર પહોંચેલી ઠેસ હું કોને દેખાડું? પોતિકાઓ દ્વારા આપવામાં આવેલા દર્દને ક્યાં જાહેર કરું. પૂર્વ મુખ્યમંત્રીએ પોતાની નારાજગી જાહેર કરતા લખ્યું કે, જ્યારે સત્તા મળી, ત્યારે બાબા તિલકા માંઝી, ભગવાન બિરસ મુંડા અને સિદો કાન્હૂ જેવા વીરોને નમન કરીને રાજ્યની સેવા કરવાનો સંકલ્પ લીધો હતો.
ઝારખંડના બાળકો પણ જાણે છે કે પોતાના કાર્યકાળ દરમિયાન મેં ક્યારેય કોઈ સાથે ખોટું કર્યું નથી, ન થવા દીધું છે. આ દરમિયાન હૂલ દિવસના આગામી દિવસે મને ખબર પડી કે આગામી 2 દિવસ મારા બધા કાર્યક્રમોને પાર્ટી નેતૃત્વ દ્વારા સ્થગિત કરાવી દેવામાં આવ્યા છે. તેમાં એક સાર્વજનિક કાર્યક્રમ દુમકામાં હતો, જ્યારે બીજો કાર્યક્રમ PTG શિક્ષકોને નિમણૂક પત્રો વિતરિત કરવાનો હતો. પૂછવા પર ખબર પડી કે ગઠબંધન દ્વારા 3 જુલાઈએ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે ત્યાં સુધી તમે મુખ્યમંત્રી તરીકે કોઈ કાર્યક્રમમાં નહીં જઇ શકો.
શું લોકતંત્રમાં તેનાથી અપમાનજનક કંઇ હોય શકે છે કે એક મુખ્યમંત્રીના કાર્યક્રમોને કોઈ અન્ય વ્યક્તિ રદ કરાવી દે? અપમાનનો કડવો ઘૂંટ પીવા છતા મેં કહ્યું નિમણૂક પત્ર વિતરણ સવારે છે, જ્યારે બપોરે ધારાસભ્ય દળની બેઠક થશે તો ત્યાં થતા હું તેમાં સામેલ થઈ જઈશ, પરંતુ ત્યાંથી સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો. જ્યારે વર્ષોથી પાર્ટીના કેન્દ્રીય કાર્યકારિણીની બેઠક થઈ રહી નથી અને એકતરફી આદેશ પાસ કરવામાં આવે છે. તો પછી કોની પાસે જઈને પોતાની પરેશાની બતાવતો? આ પાર્ટીમાં મારી ગણતરી વરિષ્ઠ સભ્યોમાં થાય છે બાકી લોકો જુનિયર છે અને મારાથી સીનિયર સુપ્રીમો છે એ હવે સ્વાસ્થ્યના કારણે રાજનીતિમાં સક્રિય નથી, છતા મારી પાસે શું વિકલ્પ હતો? જો તેઓ સક્રિય હોત તો કદાચ સ્થિતિ અલગ હોત.
ચંપાઈ સોરેને કહ્યું કે, હું કોઈ પણ પદ પર રહ્યો કે નહીં, પરંતુ દરેક પળે જનતા માટે ઉપલબ્ધ રહ્યો. એ લોકોનો મુદ્દા ઉઠાવતો રહ્યો જેમણે ઝારખંડ રાજ્ય સાથે પોતાના સારા ભવિષ્યના સપના જોયા હતા. આ દરમિયાન 31 જાન્યુઆરીએ એક અભૂતપૂર્વ ઘટનાક્રમ બાદ ઈન્ડિયા ગઠબંધને મને ઝારખંડના 12માં મુખ્યમંત્રી તરીકે રાજ્યની સેવા કરવા પસંદ કર્યો. પોતાના કાર્યકાળના પહેલા દિવસથી લઈને અંતિમ દિવસ સુધી મેં પૂરી નિષ્ઠા અને સમર્પણ સાથે રાજ્ય પ્રત્યે પોતાના કર્તવ્યોનું નિર્વહન કર્યું. આ દરમિયાન અમે જનહિતમાં ઘણા નિર્ણયો માટે અને હંમેશાંની જેમ કોઈ માટે હંમેશાં ઉપલબ્ધ રહ્યો.
મોટા-વૃદ્ધ, મહિલાઓ, યુવાઓ, વિદ્યાર્થીઓ અને સમાજના દરેક તબક્કા અને રાજ્યની દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખતા અમે જે નિર્ણય લીધા, તેનું મૂલ્યાંકન રાજ્યની જનતા કરશે. તમારા બધાના મનમાં ઘણા સવાલ થઈ રહ્યા હશે કે આખરે એવું શું થયું, જેણે કોલ્હાનના એક નાનકડા ગામમાં રહેનારા એક ગરીબ ખેડૂતના દીકરાને આ મોડ પર લાવીને ઊભો કરી દીધો. પોતાના સાર્વજનિક જીવનની શરૂઆતમાં ઔદ્યોગિક પરિવારો વિરુદ્ધ મજૂરોનો અવાજ ઉઠાવવાથી લઈને ઝારખંડ અંદાલન સુધી મેં હંમેશાં જન સરોકારની રાજનીતિ કરી છે. રાજ્યના આદિવાસીઓ, મૂળવાસીઓ, ગરીબો, મજૂરો, વિદ્યાર્થીઓ અને પછાત તબક્કાના લોકોને તેમનો અધિકાર આપવાનો પ્રયાસ કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp