‘પહેલા વિચાર્યું સંન્યાસ લઇ લઇશ, પણ..’, ચંપાઇએ BJP જોઇન્ટ કરવાને લઇને કરી પુષ્ટિ
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થવાના છે. તેમણે એ વાતને લઇને પુષ્ટિ કરી દીધી છે. ચંપાઇ સોરેને કહ્યું કે, આ મારો નવો અધ્યાય છે. પહેલા વિચાર્યું સંન્યાસ લઇ લઉં, પરંતુ રાજનીતિમાં રોકાવાનો નિર્ણય લીધો, મંથન બાદ વિચાર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જવું જોઇએ. હું ભાજપમાં સામેલ થવા જઇ રહ્યો છું. આ અગાઉ સોમવારે ચંપાઇએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ મુલાકાતની એક તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને આપણાં દેશના એક પ્રતિષ્ઠિત આદિવાસી નેતા, ચંપાઇ સોરેનજીએ થોડા સમય અગાઉ માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહજી સાથે મુલાકાત કરી. તેઓ 30 ઑગસ્ટે રાંચીમાં સત્તાવાર રૂપે ભાજપમાં સામેલ થશે. ચંપાઇ સોરેનને લઇને અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ પોતાની અલગ પાર્ટી બનાવી શકે છે અને આગામી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી શકે છે.
JMMમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે 3 વિકલ્પ બતાવ્યા હતા. નિવૃત્તિ, સંગઠન કે મિત્ર. હું નિવૃત્ત નહીં થાઉ. હું પાર્ટીને મજબૂત કરીશ, નવી પાર્ટી બનાવીશ અને જો રસ્તામાં કોઇ સારો મિત્ર મળે છે તો તેની સાથે આગળ વધીશ. કોલ્હાન ટાઇગરના નામથી પ્રસિદ્ધ ચંપાઇ સોરેન પાર્ટીના સંરક્ષણ શિબુ સોરેન બાદ JMMમાં સૌથી સીનિયર આદિવાસી નેતા હતા. પાર્ટીમાં તેમનું કદ એ વાતથી સમજી શકાય છે કે જ્યારે હેમંત સોરેને EDની ધરપકડના કારણે ઝારખંડના મુખ્યમંત્રી પદ પરથી હટવાનો નિર્ણય લીધો તો તેમના કેબિનેટ સહયોગી જોબા માંઝીની જગ્યાએ ચંપાઇ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
જો કે, રાંચી જેલથી બહાર આવ્યા બાદ 4 જુલાઇએ હેમંત સોરેન મુખ્યમંત્રી ઓફિસ પરત ફર્યા અને મુખ્યમંત્રી પદના શપથ લીધા. ચંપાઇ સોરેનને ઝારખંડ કેબિનેટમાં નવા શિક્ષણ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા, પરંતુ તેમને આ વાત પસંદ ન આવી અને તેમણે થોડા દિવસ અગાઉ જ લાંબી લચાક પોસ્ટ શેર કરીને પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી. કોલ્હાન વિસ્તારમાં ચંપાઇ સોરેનની મજબૂત પકડનો ઇતિહાસ ખૂબ જૂનો છે.
તેમને મજૂર વર્ગના નેતાના રૂપમાં ઓળખવામાં આવે છે, જેમણે શિબૂ સોરેનના નેતૃત્વમાં ઝારખંડ માટે લડાઇ લડી. તેમને એ વાતનો ગર્વ છે કે આ ક્ષેત્રના સ્થાનિક ગામના 10 હજારથી વધુ યુવાઓને ટાટા ગ્રુપ જેવા ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં નોકરી મળી. આદિવાસી બહુધા વિસ્તાર કોલ્હાનના કારણે JMMએ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીત પાક્કી કરી હતી.
મોદી લહેર અને રામ મંદિર લહેર છતા હેમંત સોરેનની JMMએ 14 વિધાનસભા ક્ષેત્રોમાંથી 11 સીટ પર જીત હાંસલ કરી અને 2 સીટો કોંગ્રેસે જીતી હતી. આ નંબરોના કારણે JMMએ ઝારખંડની ચૂંટણીઓમાં અત્યાર સુધીનું બેસ્ટ ચૂંટણી નંબર હાંસલ કર્યો હતો. એટલે માનવામાં આવે છે કે આ વિસ્તારમાં મજબૂત પકડના ઉદ્દેશ્યથી ભાજપ ચંપાઇ સોરેન મહત્ત્વના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp