ચંપત રાયે નામ લઇને કહ્યું, અયોધ્યા મંદિર માટે કોણે શું કર્યું ?રમઝાન ભાઇએ.....
અયોધ્યાના રામ મંદિરમાં આજે એટલે કે સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન થયો હતો.કાર્યક્રમ દરમિયાન ચંપત રાયે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. ચંપત રાય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ છે. આ ઉપરાંત તેઓ વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને ઉપાધ્યક્ષ પણ છે. વર્ષ 2020 માં જ્યારે રામ મંદિરનું નિર્માણ શરૂ થયું, ત્યારે તેમને મંદિર ટ્રસ્ટના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
ચંપત રાયએ કહ્યુ કે, દેશના જુદા જુદા હિસ્સાંથી રામ મંદિર માટે ચીજવસ્તુઓ અયોધ્યા રામ મંદિર માટે મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં સ્થિત જલેસરના લોકોએ સ્વેચ્છાએ 24 ક્વિન્ટલ ઘંટ મોકલ્યો છે. ગુજરાતના ડબગર સમાજના લોકોએ સ્વેચ્છાએ એક વિશાળ ઢોલ મોકલ્યો છે. જનકપુર, મિથિલા એટલે કે સીતામઢી, બક્સર અને ભગવાન રામના માતૃ જન્મસ્થળ છત્તીસગઢથી ઘણા 'ભાર' આવ્યા છે. આ ભારમાં અનાજ, ચેવડા, ડ્રાયફ્રૂટ્સ અને બીજી ઘણી વસ્તુઓ છે.
જોધપુરથી એક સંત બળદગાડામાં ઘી ભરીને અયોધ્યા લાવ્યા છે. મંદિરમાં જ્યારે જમીનની નીચે માટીને મજબુતી આપાવમાં આવે છે, તેના માટે માટી મધ્ય પ્રદેશના છત્તરપુરથી આવી છે.પાયા માટે જરૂરી રાખ રાયબરેલી અને ઉંચાહારથી આવી છે. મંદિર માટે ગ્રેનાઇટ કર્ણાટક અને તેલંગાણાથી આવ્યા છે. મંદિર માટે પત્થર રાજસ્થાનના ભરતપુરથી આવ્યા છે.
સફેદ મારબલ રાજસ્થાનના મકરાનાથી આવ્યા છે. મંદિરના દરવાજા માટેની લાકડીઓ મહારાષ્ટ્રના બલ્લારશી આવી છે. જેની પર સોનું ચઢાવવામાં આવ્યું છે. આ સોનું મુંબઇના એક ડાયમંડના વેપારીએ દાનમાં આપ્યું છે. ચંપત રાયએ આગળ કહ્યું કે, મૂર્તિ બનાવનાર કલાકાર અરૂણ યોગીરાજ મૈસરના છે. મંદિરની બહાર બનાવવામાં આવેલી ગરુડ દેવ, હનુમાનની પ્રતિમાઓ જયપુરના મૂર્તિકાર સત્યનારાયણએ બનાવી છે. લાકડીના દરવાજાનું નક્શીકામ હૈદ્રાબાદના અનુરાધા ટિમ્બરે કર્યું છે. તેમના બધા કારીગરો તમિલનાડું અને કન્યાકુમારીના હતા. મંદિરના કામમાં રાણા મારબલ, ધૂત, નકોડા અને રમઝાનભાઇનું સૌથી મોટું યોગદાન રહ્યું.
ચંપતરાયએ આગળ કહ્યું કે, ભગવાનની મૂર્તિ માટેના વસ્ત્રો દિલ્હીના રહેવાસી મનીષ ત્રિપાઠીએ તૈયાર કર્યા છે. ભગવાનના ઘરેણાં લખનૌની એક પેઢી દ્વારા જયપુરથી બનાવવામાં આવ્યા છે.
એવું કહેવાય છે કે, રાજસ્થાનના મકરાણામાં રહેતા રમઝાનભાઇએ ભગવાનનું રામનું સિંહાસન બનાવ્યું છે અને તેની ડિઝાઇન લીક ન થાય તેના માટે તેમણે 25 વર્ષ સુધી કાળજી રાખી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp