ચૂંટણી અધિકારીએ ગડબડીનો કર્યો ઇનકાર, ઊલટાના AAP-કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
મંગળવારે ચંડીગઢમાં થયેલી મેયરની ચૂંટણી વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ભાજપની જીત પર વિપક્ષે સવાલ ઉઠાવતા બેઈમાનીનો આરોપ લગાવ્યો છે. મતપત્રોમાં છેડછાડના આરોપો બાદ વિવાદના કેન્દ્રમાં રહેલા પીઠાસીન અનિલ મસીહનું નિવેદન સામે આવ્યું છે. મતગણતરી દરમિયાન પોતાના કાર્યોનો બચાવ કરતા દાવો કર્યો કે, આમ આદમી અપાર્ટી (AAP) અને કોંગ્રેસના સભ્યોને નિશાનો અને ડાઘના કારણે 11 મતપત્રોને બદલવાનો અનુરોધ કર્યો હતો. કુલ 36 વોટ પડ્યા. જ્યારે અમે મતપત્ર જાહેર કરી રહ્યા હતા, તો કેટલાક AAP અને કોંગ્રેસના કોર્પોરેટર ચિંતિત હતા કે કાગળ પર ડાઘના અને નિશાન હતા.
તેમણે મને લગભગ 11 મતપત્ર બદલવા કહ્યું. મેં તેમના અનુરોધનું સન્માન કર્યું અને વિચારાધીન મતપત્રોને એક તરફ રાખી દીધા અને તેમને નવા મતપત્ર આપ્યા. મસીહના જણાવ્યા મુજબ, જ્યારે પરિણામ જાહેર થવાના હતા, તો અરાજકતા ફેલાઈ ગઈ. ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને 16 વોટ મળ્યા, AAPના કુલદીપ કુમારને 12 વોટ મળ્યા અને 8 વોટ રિજેક્ટ કરી દેવામાં આવ્યા. મસીહે આરોપ લગાવ્યો કે, મતપત્રોની ખરાઈ કરવાની જગ્યાએ AAP અને કેટલાક કોંગ્રેસના કોર્પોરેટરોએ વ્યવધાન ઉત્પન્ન કર્યું.
તેમણે કહ્યું કે, મેં AAP-કોંગ્રેસ ઉમેદવારને પોલિંગ એજન્ટ પાસેથી મતપત્રની તપાસ કરવા કહ્યું, પરંતુ એમ કરવાની જગ્યાએ AAP અને કેટલાક કોંગ્રેસના કોર્પોરેટર પ્રક્રિયાને બાધિત કરવા માટે મેજ પર કૂદી ગયા. તેમણે મતપત્રો પર કબજો કરી લીધો અને તેમને ફાડી દીધા. AAP અને કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયાને ટ્રેક પરથી ઉતારવાનું ષડયંત્ર રચ્યું. ઉલ્લેખનીય છે કે, ચંડીગઢ મેયર ચૂંટણીને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. ભાજપનો આરોપ છે કે AAPના આંતરિક દબાવ અને બળજબરીથી નારાજ થઈને કોર્પોરેટરોએ જાણીજોઇને પોતાના વોટ અમાન્ય કરાવ્યા છે. તો બીજી તરફ AAP અને કોંગ્રેસ ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપ પર છેતરપિંડીનો આરોપ લગાવી રહી છે.
ચંડીગઢમાં મેયરની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન પાસે વધુ સીટ હોવા છતા ભાજપના ઉમેદવાર જીતવાથી ઉત્સાહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વિપક્ષી ગઠબંધન પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, હારથી ખબર પડે છે કે ન તો તેમનું અંકગણિત કામ કરી રહ્યું છે અને ન તો તેમની કેમેસ્ટ્રી કામ કરી રહી છે. તેની સાથે જ તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોતાની પાર્ટી એકાઈને જીતની શુભેચ્છા પાઠવી. ભાજપના મનોજ સોનકરે મંગળવારે ચંડીગઢ મેયરની ચૂંટણીમાં જીત હાંસલ કરી.
કોંગ્રેસે મંગળવારે કહ્યું કે, તેને એ વાતની હેરાની નથી કે ભાજપે ચંડીગઢમાં લોકતંત્રની હત્યા માટે 30 જાન્યુઆરીનો દિવસ પસંદ કર્યો. પાર્ટીના સંગઠન સચિવ કે.સી. વેણુગોપાલે X પોસ્ટમાં લખ્યું કે લોકતાંત્રિક વ્યવસ્થા પર બેશરમીથી કબજો કરવામાં આવ્યો. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, એ કોઈ આશ્ચર્યની વાત નથી કે ભાજપે ચંડીગઢમાં લોકતંત્રની હત્યા માટે 30 જાન્યુઆરીનો દિવસ પસંદ કર્યો.
તો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે મંગળવારે આરોપ લગાવ્યો કે, ચંડીગઢમાં મેયર પદ માટે ચૂંટણીમાં ખુલ્લેઆમ બેઈમાની કરવામાં આવી. કેજરીવાલે X પર પોસ્ટમાં કહ્યું કે, ચંડીગઢના મેયર પદ માટે થયેલી ચૂંટણીમાં ધોળા દિવસે જે પ્રકારે બેઈમાની કરવામાં આવી છે તે ખૂબ જ ચિંતાજનક છે. જો મેયરની ચૂંટણીમાં આ લોકો આટલા પડી શકે છે તો રાષ્ટ્રીય ચૂંટણીમાં તો તેઓ કોઈ પણ હદ સુધી જઇ શકે છે.
ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 35 કોર્પોરેટર છે. ચંડીગઢથી ભાજપ સાંસદ કિરણ ખેરે પણ આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ પ્રકારે કુલ 36 મતદાતાઓએ આ ચૂંટણીમાં મતદાન કર્યું. સદનમાં ભાજપના 14, AAPમાં 13, કોંગ્રેસના 7 કોર્પોરેટર છે. હરદીપ સિંહ શિરોમણી અકાલી દળના એકમાત્ર કોર્પોરેટર છે. સદનમાં સંખ્યાબળના હિસાબે ભાજપના પક્ષમાં 16 અને INDIA ગઠબંધનના પક્ષમાં 20 વોટ હતા. INDIA ગઠબંધનના 20 કોર્પોરેટરોમાંથી માત્ર 12 વોટ માન્ય કરાર આપવામાં આવ્યા. તેમના 8 વોટ અમાન્ય થઈ ગયા. આ પ્રકારે સંખ્યાબળમાં બહુમથી ઓછા થયા બાદ પણ ભાજપે ચૂંટણી જીતી લીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp