NDAમાં ચંદ્રબાબુ નાયડુની વાપસીનો ફોર્મ્યૂલા તૈયાર! જલદી જ થઈ શકે છે જાહેરાત

PC: business-standard.com

લોકસભાની ચૂંટણી અગાઉ TDP નેતા ચંદ્રબાબુ નાયડુ NDAમાં ફરી સામેલ થઈ શકે છે. રિપોર્ટ્સ મુજબ, તેની જાહેરાત જલદી જ કરવામાં આવશે. જાણકારોએ જણાવ્યું કે, સીટ શેરિંગનો મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે. જેના પર વાતચીત ચાલી રહી છે. ભાજપ સાથે સાથે પવન કલ્યાણની જન સેના પાર્ટીની સીટો પણ નક્કી કરવાની વાત થઈ રહી છે. TDPને 18, જન સેનાને 2, ભાજપને 5 સીટો આપવાના ફોર્મ્યૂલા પર વાત બની શકે છે. જેના પર TDP સહમત થઈ શકે છે. આંધ્ર પ્રદેશમાં લોકસભાની 25 સીટો છે.

ચંદ્રબાબુ નાયડુ છેલ્લા કેટલાક સમયથી ભાજપના ઉચ્ચ નેતૃત્વ સાથે સતત મુલાકાત કરી રહ્યા છે. રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે ચંદ્રબાબુ નાયડુ ગમે ત્યારે NDAમાં સામેલ થઈ શકે છે. જો કે, ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDP અગાઉ પણ ભાજપનો હિસ્સો રહી છે. ચંદ્રબાબુ નાયડુ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ સંસદમાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત ભાજપની જીતનો દાવો કરતા કહ્યું હતું કે, દેશનો મિજાજ જોઈને લાગી રહ્યું છે કે આ વખત NDA 400 કરતા વધુ સીટો જીતશે, જ્યારે ભાજપને 370 સીટો પર જીત મળશે.

એવામાં ભાજપ 400 પ્લસના ટારગેટને પૂરો કરવા માટે બધા સમીકરણ સેટ કરી રહી છે. ગત દિવસોમાં થયેલા ઈન્ડિયા ટૂડે અને C વોટરના 'મૂડ ઓફ નેશન' સર્વેમાં NDAને ઉત્તર ભારતમાં જ્યાં લાભ થતો દેખાઇ રહ્યો છે, તો દક્ષિણમાં INDIA ગઠબંધનને ફાયદો થઈ શકે છે. એવામાં ભાજપ પોતાના ટારગેટને હાંસલ કરવા માટે દક્ષિણ પર ફોકસ કરી રહી છે. દક્ષિણ ભારતના 5 રાજ્ય (કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા)માં લોકસભાની 129 સીટો આવે છે. તેમાં માત્ર આંધ્ર પ્રદેશમાં જ 25 સીટો આવે છે.

સર્વેના આંકડાઓ મુજબ ચંદ્રબાબુ નાયડુ મોટો ઉલટફેર કરતા નજરે પડી રહ્યા છે. TDPને 17 સીટો પર જીત મળવાનું અનુમાન છે, તો જગન મોહન રેડ્ડીની YSRCPને 8 સીટો મળતી નજરે પડી રહી છે, જ્યારે ભાજપને અહી મોટું નુકસાન થવાનું અનુમાન છે. એવામાં ચંદ્રબાબુ નાયડુ જો NDA સાથે આવી જાય છે તો ભાજપ માટે એ ફાયદાકારક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ની લોકસભા અગાઉ ચંદ્રબાબુ નાયડુએ NDAનો સાથ છોડી દીધો હતો. જ્યારે તેમણે NDA સાથે સંબંધ તોડ્યા હતા. ત્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા, પરંતુ ચંદ્રબાબૂ નાયડુ ત્યારે વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરી રહ્યા હતા. તેને લઈને તેમણે ભાજપ સાથે 20 વર્ષ જૂનું ગઠબંધન તોડી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp