પૃથ્વીના ચક્કર છોડીને ચાંદ તરફ વધ્યું ચંદ્રયાન, જાણો આજે સવારે શું થયું

PC: twitter.com/isro

આપણું ચંદ્રયાન હવે ધરતીથી ખૂબ દૂર નીકળી ગયું છે. અડધી રાત્રે લગભગ 12 વાગીને 15 મિનિટ પર ચંદ્રયાન-3એ ધરતીની કક્ષાથી ચંદ્રની દિશામાં પગલાં વધારી દીધા છે. જી હા, આ સમયે આપણું યાન પૃથ્વીની કક્ષાથી બહાર થઈને ચંદ્રની કક્ષામાં જવા માટે આગળ વધી રહ્યું છે. ISROએ ગ્રાફિક્સ દ્વારા સમજાવ્યું છે કે, ધરતીની કક્ષાથી ચંદ્રની કક્ષામાં જવાનો રસ્તો કયા પ્રકારનો છે. જેવું જ ચંદ્રયાન ચંદ્રની કક્ષામાં પહોંચશે, તેની પરિક્રમા કરતું નજીક વધતું જશે.

ISROએ જણાવ્યું કે, 5 ઑગસ્ટ 2023ના રોજ આપણું યાન ચંદ્રની કક્ષામાં પહોંચી શકે છે. ISROએ આજે જણાવ્યું કે, ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષાથી બહાર નીકળી ગયું છે અને હવે ચંદ્રમા તરફ વધી રહ્યું છે. પોતાના યાનને પૃથ્વીની કક્ષાથી ઉપર ઉઠાવીને ચંદ્રમા તરફ વધવાની પ્રક્રિયાને આજે અંજામ આપવામાં આવ્યો છે. તેનાથી ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષાથી બહાર નીકળીને ટ્રાન્સલ્યૂનર કક્ષામાં જતું રહ્યું અને ચંદ્રમાની કક્ષા તરફ વધવા લાગ્યું છે. તેને ચંદ્રમાની કક્ષામાં પહોંચવામાં લગભગ 5 દિવસ લાગશે.

ભારતીય અંતરીક્ષ એજન્સીએ કહ્યું કે, ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્કમાં ચંદ્રયાન-3ને ચંદ્રમા નજીક લઈ જવાની પ્રક્રિયાને અંજામ આપવામાં આવી. ISROએ ચંદ્રયાનને ટ્રાન્સલ્યૂનર કક્ષામાં પ્રવેશ કરાવ્યું. ચંદ્રયાન-3એ પૃથ્વીની આસપાસ પોતાની કક્ષાઓનું ચક્કર પૂરું કરી લીધું છે અને હવે તે ચંદ્રમા તરફ વધી રહ્યું છે. આગામી સ્ટેશન મૂન છે. તેના ચંદ્રમા નજીક પહોંચવા વચ્ચે 5 ઑગસ્ટ 2023ના રોજ લ્યૂનર ઓર્બિટ ઇન્સર્શનની પ્રક્રિયાને અંજામ આપવાની યોજના છે.

ISROએ કહ્યું કે ઇસ્ટ્રેક એક એક પેરિગી ફાયરિંગ કરવા આવી. ISROએ અંતરીક્ષ યાનને ટ્રાન્સલૂનર કક્ષામાં સ્થાપિત કરી દેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેની સાથે જ દેશના નામે વધુ 2 ઉપલબ્ધીઓ જોડાઈ જશે. ચંદ્રની સપાટી પર ઉતરનારો ભારત ચોથો દેશ હશે. સાથે જ સાઉથ પોલ પાસે સોફ્ટ લેન્ડિંગ કરાવનારો પહેલો દેશ હશે. ચંદ્રયાન-3 આ જ 23 ઑગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે. તે અગાઉ ચંદ્રયાન-3ને 14 જુલાઇના રોજ લોન્ચ કર્યા બાદ તેને કક્ષામાં ઉપર ઉઠાવવાની પ્રક્રિયાને 5 વખત સફળતાપૂર્વક અંજામ આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp