શું ચંદ્રયાન-3એ ચાંદ પર બનાવ્યું અશોક ચિહ્ન? વાયરલ તસવીરનું જાણો સત્ય

PC: twitter.com

ચંદ્રયાન-3ની બુધવારની સાંજે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થઈ. આ અભૂતપૂર્વ ઘટના થવાથી ભારતનું માન આખી દુનિયામાં વધી ગયું, લેન્ડિંગના 14 કલાક બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ રોવર પ્રજ્ઞાન બહાર આવવાની પુષ્ટિ કરી દીધી. ત્યારબાદ જ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. તેમાં ચંદ્રની સપાટી પર આપણાં દેશનું રાષ્ટ્રીય પ્રતિક અશોક ચિહ્નનું નિશાન નજરે પડી રહ્યું છે.

શું છે દાવો?

વાયરલ તસવીરને શેર કરીને લોકો આ રોવર દ્વારા મોકલવામાં આવેલી ચંદ્રની તસવીર બતાવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, રોવર પ્રજ્ઞાને ચંદ્રની સપાટી પર અશોક ચિહ્નનું નિશાન ઇમ્પ્રિન્ટ કર્યું છે. મતલબ છાપ્યું કે અંકિત કર્યું. X (પહેલા ટ્વીટર) યુઝર મંજુલાએ વાયરલ તસવીર શેર કરતા લખ્યું કે, ‘ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન-3ના રોવરથી ઉકરતું અમિત ભારતીય અશોક ચિહ્ન. જો કે, ચંદ્રમા પર કોઈ વાતાવરણ નથી એટલે એ મટશે નહીં. ચંદ્રમાની છાતી પર આપણે આ ગૌરવગાન લખ્યું છે, નવા સમયનું આગળ વધતું હિન્દુસ્તાન લખ્યું છે. એ સિવાય અન્ય એક ટ્વીટર યુઝરે વાયરલ તસવીર શેર કરીને દાવો કર્યો કે, રોવરે ચંદ્રની સપાટી પર અશોક ચિહ્નનું નિશાન છોડ્યું છે.

શું છે સત્ય?

અમારી તપાસમાં આ દાવો ભ્રામક નીકળ્યો. વાયરલ તસવીર એનિમેટેડ છે. અમે દાવાની સત્યતા જાણવા માટે ISROના સત્તાવાર ટ્વીટર હેન્ડલ અને વેબસાઇટ પર તપાસ કરી, પરંતુ અમને એવો પ્રામાણિક રિપોર્ટ ન મળ્યો, જેથી આ દાવાની પુષ્ટિ થઈ શકે. અમને વાયરલ તસવીર પર ડાબી સાઇટ પર એક કોપી રાઇટ માર્ક નજરે પડ્યું, જ્યાં ‘Krishanshu Garg’ લખેલું છે. અમે આ નામને ગૂગલ સિવાય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કર્યું. આ પ્રક્રિયામાં અમને ક્રિષાંશુ ગર્ગની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ હાઇલાઇટ સેક્શનમાં આ તસવીર મળી.

તેણે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક દિવસ અગાઉ એટલે કે બુધવારે ટાઈમર સાથે અપલોડ કરી હતી. આ બાબતની વધુ જાણકારી માટે ક્રિષાંશુ ગર્ગ સાથે સંપર્ક કરવામાં આવ્યો. લખનૌમાં MBAનો અભ્યાસ કરી રહેલા ક્રિષાંશુએ અમને જણાવ્યું કે, આ તસવીર તેને સોફ્ટવેરની મદદથી બનાવી છે.

તેણે કહ્યું કે, મને સ્પેસ અને તેની સાથે જોડાયેલી બાબતોમાં રસ છે. બધા લોકો વિક્રમ લેન્ડરની તસવીર લગાવી રહ્યા હતા અને ISROને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. તો મેન થોડું આઉટ ઓફ બોક્સ વિચાર્યું અને ચંદ્રની સપાટી પર અશોક ચિહ્ન સાથેવાળી તસવીરને કાઉન્ટડાઉન સાથે કાલે સવારે અપલોડ કરી દીધી. આ તસવીરને મેન ફોટોશોપ સોફ્ટવેરની મદદથી બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, ISROએ ચંદ્રયાન-2ના લોન્ચના સમયે સપ્ટેમ્બર 2019માં પોતાના સત્તાવાર યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો.

તેમાં ISROએ એનિમેશન દ્વારા ચંદ્રની સપાટી પર રોવરના આગમનને દેખાડ્યું છે. આ વીડિયોમાં 2 મિનિટ અને 47 સેકન્ડ પર ચંદ્રની સપાટી પર અશોક ચિહ્નની એક પ્રતિકાત્મક તસવીર પણ દર્શાવવામાં આવી છે. કુલ મળીને અમારી તપાસમાં વાયરલ દાવો ભ્રામક નીકળ્યો. ચંન્દ્રની સપાટી પર અશોક ચિહ્નવાળી તસવીર એડિટિંગ સોફ્ટવેરથી બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp