ISRO વૈજ્ઞાનિકે દેખાડ્યું મોટું દિલ, દાન કરી દીધા આટલા રૂ., 4 વર્ષ રજા ન લીધી

PC: indianexpress.com

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન (ISRO)એ ચંદ્રયાન-3ને ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવીને ઇતિહાસ રચી દીધો હતો. ત્યારબાદ આખી દુનિયાથી શુભેચ્છા સંદેશ આવ્યા. ચંદ્રયાન-3ની સફળતા પાછળ કોઈ એક વ્યક્તિનો હાથ નથી, પરંતુ ISROના ઘણા વૈજ્ઞાનિક છે જે દિવસ-રાત તેમાં લાગ્યા રહ્યા. તેમાંથી એક વૈજ્ઞાનિક છે 46 વર્ષીય ડૉ. પી. વીરમુથુવેલ, જેઓ ચંદ્રયાન-3 ના પ્રોજેક્ટ ડિરેક્ટર હતા. તેમણે ચંદ્રમાની સપાટી પર ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગને સફળતાપૂર્વક સંચાલિત કર્યું હતું.

રેલવે ટેક્નિશિયનના પુત્ર ડૉ. પી. વીરમુથુવેલે મોટું દિલ દેખાડતા પોતાના અલ્મા મેટરને 25 લાખ રૂપિયા દાન કરી દીધા. તેમણે વર્ષ 2019 થી વર્ષ 2023 સુધી ચંદ્રયાન-3 પ્રોજેક્ટના કારણે એક પણ છુટ્ટી લીધી નથી. ચંદ્રયાન-3ની ઐતિહાસિક ઉપલબ્ધિ માટે ગાંધી જયંતી પર તામિલનાડુ સરકારે ડૉ. મીરમુથુવેલ અને રાજ્યના તેમના 8 સહયોગીઓને ઉપહારના રૂપમાં 25-25 લાખ રૂપિયા આપીને સન્માનિત કર્યા હતા. તેમણે હવે આખી રકમ એ સંસ્થાઓના પૂર્વ વિદ્યાર્થી સંઘોને દાન કરવાનો નિર્ણય લીધો છે, જ્યાં તેમણે અભ્યાસ કર્યો છે.

એક અન્ય વૈજ્ઞાનિક બેંગ્લોરમાં યુઆર રાવ સેટેલાઈટ સેન્ટરના ડિરેક્ટર ડૉ. એમ શંકરને પણ થાનથઇ પેરિયાર ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, તિરુચિરાપલ્લી અને રાજ્ય સેરફોરજી ગવર્નમેન્ટ આર્ટ્સના પૂર્વ વિધાર્થી સંઘોને 25 લાખ રૂપિયાની પુરસ્કાર રકમ દાન કરવાનો નિર્ણય લીધો છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, આ દરમિયાન ડૉ. વીરમુથુવેલે કહ્યું કે, ચંદ્રયાનની સફળતા આપણી બાબતે વધુ અને મારી બાબતે ઓછી હતી, એટલે પુરસ્કાર શેર કરવાનો હતો અને સૌથી સારો વિકલ્પ એ સંસ્થાઓને આપવાનો હતો, જેમણે તેમને આકાર આપ્યો

તેમણે કહ્યું કે, મારી અંતરાત્માએ મને એટલી મોટી પુરસ્કાર રકમ લેવાની મંજૂરી આપી રહી નહોતી એટલે દાન કરવાનો સૌથી સારો વિકલ્પ હતો. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી મળેલી આ પહેલી પુરસ્કાર રકમ છે. ઉલ્લેખનીય છે કે, તેમની સેલેરી એક લાખ રૂપિયા પ્રતિ માસ છે. આ હિસાબે તેમને 2 વર્ષ કરતા વધુની સેલેરી અલ્મા મેટર્સને દાન આપી દીધી છે. આ અવસર પર ડૉ. વીરમુથુવેલે કહ્યું કે, હું એક ગરીબ પરિવારથી આવું છું, મેં વિલ્લુપુરમની એક સરકારી રેલવે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, છતા પૈસા મારા માટે પૈસાનું વધુ મહત્ત્વ નથી.

ISRO અમને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન કરવા માટે એક સમૃદ્ધ વાતાવરણ આપે છે અને અહી સૌથી સંતોષજનક છે. પોતાનું ઘર બનાવવા માટે ડૉ. વીરમુથુવેલે ભારતીય સ્ટેટ બેંક 72 લાખ રૂપિયાની લોન લીધી હતી અને તે અત્યારે પણ ચૂકવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ચંદ્રમા પર સફળ સોફ્ટ લેન્ડિંગનું એક કઠિન કાર્ય પૂરું કરવાનું હતું, જેના કારણે તેમણે 4 વર્ષી સુધી (વર્ષ 2019-2023) એક પણ છુટ્ટી લીધી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp