લીવ-ઈન રિલેશનશિપ પર હાઇકોર્ટ ધૂઆંપૂઆં, કહ્યું દરેક સિઝનમાં પાર્ટનર બદલવું એ...

PC: jagran.com

અલ્હાબાદ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપની ટીકા કરી અને કહ્યું કે તે લગ્નની સંસ્થાને નષ્ટ કરવા માટે એક વ્યવસ્થિત રચના છે. સમાજને અસ્થિર કરે છે અને આપણા દેશની પ્રગતિને અવરોધે છે. કોર્ટે કહ્યું કે, ભારત જેવા દેશમાં મધ્યમ વર્ગની નૈતિકતાને અવગણી શકાય નહીં. લિવ-ઇન પાર્ટનર દ્વારા બળાત્કારના આરોપી વ્યક્તિને જામીન આપતા જસ્ટિસ સિદ્ધાર્થે તેમના આદેશમાં કહ્યું હતું કે, લગ્ન સંસ્થા વ્યક્તિને જે સુરક્ષા, સામાજિક સ્વીકૃતિ, પ્રગતિ અને સ્થિરતા પ્રદાન કરે છે તે લિવ-ઇન રિલેશનશિપ ક્યારેય પૂરી પાડી શકે નહીં.  કોર્ટે ગુસ્સામાં કહ્યું કે, દરેક સિઝનમાં પાર્ટનર બદલવાના ક્રૂર ખ્યાલને સ્થિર અને સ્વસ્થ સમાજની ઓળખ ન ગણી શકાય.

તેમણે વધુમાં કહ્યું કે, 'લગ્ન અપ્રચલિત થઈ જશે પછી જ આ દેશમાં લિવ-ઈન રિલેશનશિપને સામાન્ય માનવામાં આવશે, કારણ કે, તે ઘણા કહેવાતા વિકસિત દેશોમાં થાય છે, જ્યાં લગ્નની સંસ્થાનું રક્ષણ કરવું તેમના માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. આપણે ભવિષ્યમાં આપણા માટે એક મોટી સમસ્યાઓ ઊભી કરવાના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. આ દેશમાં લગ્નની સંસ્થાને નષ્ટ કરવા અને સમાજને અસ્થિર કરવા અને આપણા દેશની પ્રગતિમાં અવરોધ લાવવાની સુનિયોજિત યોજના બનાવવામાં આવી છે.'

મીડિયા સૂત્રો અનુસાર, પોતાના આદેશમાં જસ્ટિસે વધુમાં કહ્યું કે, 'ટેલિકાસ્ટ થઈ રહેલી ફિલ્મો અને TV સિરિયલો લગ્નની સંસ્થાના વિનાશમાં ફાળો આપી રહી છે. બેવફાઈ અને લિવ-ઈન રિલેશનશિપને પ્રગતિશીલ સમાજના સંકેતો તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. યુવાનો આ તરફ આકર્ષાય છે અને તેઓ લાંબા ગાળાના પરિણામોથી અજાણ રહે છે.' આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે, જ્યાં લિવ-ઈન રિલેશનશિપમાંથી બહાર આવતા પુરુષોને લગ્ન અથવા બીજી વખત લિવ-ઈન રિલેશનશિપ રાખવા માટે મહિલા પાર્ટનર શોધવું મુશ્કેલ નથી, પરંતુ લિવ-ઈન રિલેશનશિપમાંથી બહાર આવેલી સ્ત્રીઓ માટે લગ્ન કરવા માટે પુરુષ જીવનસાથી શોધવાનું ખૂબ મુશ્કેલ છે.

લિવ-ઇન રિલેશનશિપમાંથી બહાર આવતી મહિલાઓ વિશે વાત કરતાં કોર્ટે કહ્યું હતું કે, 'અપવાદોને બાદ કરતાં, કોઈપણ પરિવાર સ્વેચ્છાએ આવી મહિલાને તેના પરિવારના સભ્ય તરીકે સ્વીકારતું નથી. કોર્ટોમાં આવા કેસોની કોઈ કમી નથી, જ્યાં ભૂતપૂર્વ લિવ-ઈન રિલેશનશિપની મહિલા પાર્ટનર સામાજિક દુર્વ્યવહારથી કંટાળીને આત્મહત્યા કરી લે છે.' કોર્ટે કહ્યું કે, 'આપણા દેશમાં મધ્યમ વર્ગની નૈતિકતા અવગણી શકાય નહીં.'

તેમણે કહ્યું, 'આપણો દેશ મોટાભાગે મધ્યમ વર્ગનો છે. કોઈ પણ રાષ્ટ્રની સામાજિક, રાજકીય અને આર્થિક સ્થિરતા મધ્યમ વર્ગના કદ પર નિર્ભર છે. ઉચ્ચ વર્ગ અને નીચલા વર્ગની નૈતિકતાને તેની સાથે કોઈ લેવાદેવા નથી, કારણ કે વધારે ધનવાન બનતા નૈતિકતા મરી પરવારે છે, અને વધારે ગરીબીમાં તે ખુદ મરી જાય છે. ઉચ્ચ વર્ગ માટે નૈતિકતા જેવી કોઈ ચીજ નથી, નીચલા વર્ગ માટે ગરીબાઈની મજબૂરી તેનું પાલન કરવાની સ્થિતિમાં નથી રાખતું. લગ્ન સંસ્થા વ્યક્તિને જે સુરક્ષા, સામાજિક સ્વીકૃતિ, પ્રગતિ અને સ્થિરતા પ્રદાન કરે છે, તે લિવ-ઇન રિલેશનશિપ ક્યારેય પૂરી પાડતી નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp