UP BJP પ્રદેશ અધ્યક્ષ ચૌધરીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીમાં ખરાબ પરિણામના કારણો આપ્યા
ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ BJPને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ભારે હલચલ મચી ગઈ છે. BJPના ઉત્તર પ્રદેશના વડા ભૂપેન્દ્ર ચૌધરી અને DyCM કેશવ પ્રસાદ મૌર્ય અહીં દિલ્હી આવીને કેન્દ્રીય નેતૃત્વને મળતા જોવા મળ્યા હતા. DyCM મૌર્ય અને ચૌધરી સોમવારે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાને મળ્યા હતા, ત્યારપછી ભૂપેન્દ્ર ચૌધરી મંગળવારે PM નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, રાજ્ય એકમે 15 પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો છે, જેમાં તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન પાછળના કારણો ગણાવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપેન્દ્ર ચૌધરીએ ટોચના નેતૃત્વને જણાવ્યું હતું કે, 'રાજ્યના તમામ છ વિભાગોમાં BJPના કુલ મતોમાં 8 ટકાનો ઘટાડો થયો છે' BJP UPને મુખ્યત્વે છ વિભાગોમાં વહેંચે છે, પશ્ચિમ UP, વ્રજ, કાનપુર-બુંદેલખંડ, અવધ, ગોરખપુર અને કાશી… મીડિયા સૂત્રોના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ વખતે કુર્મી અને મૌર્ય જાતિઓ BJPથી દૂર થઈ ગઈ છે અને પાર્ટી તેના માત્ર એક તૃતીયાંશ દલિત મતો મેળવવામાં સફળ રહી છે.' આની સાથે BSPનો વોટ શેરમાં 10 ટકાની ઘટ કોંગ્રેસ અને રાજ્યમાં તેના સહયોગીઓ માટે ફાયદાકારક સાબિત થઇ.
મીડિયા સૂત્રને અંદરના એક ખાનગી રિપોર્ટની એક નકલ મળી છે, જેમાં BJPની સમસ્યાઓના કારણો અને તેમના સંભવિત ઉકેલો જણાવવામાં આવ્યા છે, જે દેશના સૌથી મોટા રાજ્યમાં ભગવા પાર્ટીને મદદ કરી શકે છે.
સૂત્રએ જણાવ્યું હતું કે, 'પાર્ટીની હારનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે, વહીવટીતંત્ર પાર્ટી અને સરકાર પર વર્ચસ્વ ધરાવતું હોય તેવું લાગતું હતું. જનતા અને ખાસ કરીને BJPના સમર્થકોને ઘણા મુદ્દાઓ પર નોકરશાહી અને પોલીસની દખલગીરી પસંદ ન આવી. કેટલાક ગઠબંધન ભાગીદારોએ પણ આ તરફ ધ્યાન દોર્યું હતું.'
વધુમાં, અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યના ટોચના નેતાઓના વલણથી પક્ષના કટ્ટર કાર્યકરોને ઉત્સહવિહીન અને ઘણો અસંતોષ હતો, પરંતુ તેમની ફરિયાદો અથવા ચિંતાઓ સાંભળવા માટે કોઈ રસ્તો હતો નહીં. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પાર્ટીએ ટિકિટની જાહેરાત ખૂબ જ વહેલી કરી દીધી હતી, જેના કારણે પાર્ટીનો પ્રચાર અન્ય પાર્ટીઓની સરખામણીમાં ખૂબ વહેલો ચરમસીમા પર પહોંચી ગયો હતો અને પછી ચૂંટણી સમયે કાર્યકર્તાઓ થાકી ગયા હતા.
સૂત્રએ જણાવ્યું હતું કે, 'આ એક એવું રાજ્ય હતું, જ્યાં ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી અને જ્યારે તે છેલ્લા કેટલાક તબક્કામાં પહોંચી હતી, ત્યારે કાર્યકરોમાં હતાશા છવાઈ ગઈ હતી, રાજ્યમાં BJPની સંભાવનાઓને જે નુકસાન પહોંચાડ્યું તે વાત એ હતી કે, જો પાર્ટી 400નો આંકડો પાર કરે છે, તો બંધારણમાં ફેરફાર જેવા મહત્વના મુદ્દાઓ પર ખોટા સમયે નિવેદનો આપવામાં આવ્યા, વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવેલી આવાત હતી, જેને BJP પડકારવામાં અસમર્થ હતું. આ સિવાય રાજ્યમાં પેપર લીક અને બેરોજગારીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.'
સૂત્રએ જણાવ્યું હતું કે, 'છેલ્લા કેટલાક વર્ષોમાં, લોકો માટે તે સ્પષ્ટ થઈ ગયું કે, સરકાર પેપર લીક રોકવા અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં સક્ષમ નથી. તેથી, નોકરી ન મળવી એ યુવાનોમાં ચિંતાનો વિષય હતો.' પાર્ટીને નુકસાન પહોંચાડનાર અન્ય મુદ્દાઓમાંની એક એ હતું કે, ઘણી બેઠકો પર લગભગ 30,000-40,000 કટ્ટર BJP સમર્થકોના નામ મતદાર યાદીમાંથી ગાયબ હતા.
એક ચેનલના મીડિયા સૂત્રએ ટોચના અધિકારીઓ સાથેની ચર્ચા વિશે જણાવ્યું હતું કે, 'વિવાદોને બાજુએ રાખવાની જરૂર છે અને મહત્વપૂર્ણ બાબતો પર સર્વસંમતિ બનાવવી મહત્વપૂર્ણ છે. 2027માં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા આપણી પાસે બહુ ઓછો સમય છે, તેથી સામૂહિક જવાબદારી લેવી એ સમયની જરૂરિયાત છે. આ માટે સમગ્ર એકમે એકદમ સજ્જ થઈને તૈયાર રહેવું જોઈશે.'
મીડિયા સૂત્રને જાણવા મળ્યું છે કે, રાજ્ય એકમે સમગ્ર ઉત્તર પ્રદેશમાં 50,000થી વધુ લોકો સાથે વાત કર્યા પછી અહેવાલ તૈયાર કર્યો છે. જેમણે તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેઓ એક પછી એક ટોચના અને નીચલા સ્તરના નેતાઓને મળ્યા હતા. આગામી દિવસોમાં મૌર્ય અને ચૌધરીની જેમ રાજ્યના કેટલાક અન્ય નેતાઓને પણ દિલ્હી આવીને તેમનો પ્રતિભાવ આપવા માટે કહેવામાં આવશે. જેમાં બ્રિજેશ પાઠક અને CM યોગી આદિત્યનાથનો સમાવેશ થાય છે.
તાજેતરની લોકસભા ચૂંટણીમાં, સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની 80માંથી 37 બેઠકો જીતી હતી, જે 2019માં પાંચ બેઠકો હતી. દરમિયાન, 2019ની ચૂંટણીમાં BJPની સંખ્યા 62 બેઠકોથી ઘટીને 33 થઈ ગઈ છે. ભગવા પાર્ટીનું પ્રદેશવાર પ્રદર્શન દર્શાવે છે કે તેને પશ્ચિમ UP અને કાશી બેલ્ટમાં સૌથી વધુ નુકસાન થયું છે. 28 બેઠકોમાંથી તેઓ માત્ર 8 જ જીતી શકી હતી.
જ્યારે, CM યોગી આદિત્યનાથના વિસ્તાર ગોરખપુર બેલ્ટની 13માંથી માત્ર 6 બેઠકો જ ભગવા પાર્ટીના ખાતામાં ગઈ. જ્યારે અવધ ક્ષેત્રમાં BJP 16માંથી માત્ર 7 બેઠકો જીતી શકી હતી. તેવી જ રીતે, બુંદેલખંડમાં તેને 10માંથી માત્ર ચાર બેઠકો મળી છે.
આવી સ્થિતિમાં, હાલની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અને દરેકને ખુશ કરે તેવો ઉકેલ શોધવો, તે પાર્ટી માટે પ્રથમ લિટમસ ટેસ્ટ હશે જેણે UPમાં છેલ્લી બે ટર્મથી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને જેણે UPમાં સરકાર બનાવી છે અને ત્રીજી વખત કેન્દ્રમાં. આગામી વિધાનસભા પેટાચૂંટણીમાં BJP કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે. UPમાં જે 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, તેના માટે CM આદિત્યનાથની આગેવાની હેઠળના રાજ્ય એકમે બે-ત્રણ મંત્રીઓની સેવાઓ લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp