4 મહિના પહેલા નામીબિયાથી કૂનો પાર્કમાં આવેલી માદા ચિત્તા બીમાર, કિડની થઈ ડેમેજ
કૂનો નેશનલ પાર્કની એક માદા ચિત્તા બીમાર છે. તેનું નામ સાશા છે. પાર્કના DFO પ્રકાશ કુમાર વર્માએ કહ્યું કે, માદા ચિત્તા થોડાં સમયથી થાકેલી અને નબળી દેખાઈ રહી હતી. તાત્કાલિક તેને ક્વોરન્ટાઈન એરિયામાં લઈ જવામાં આવી. જ્યાં ભોપાલથી આવેલા પશુ ચિકિત્સકો પાસે તપાસ કરાવવામાં આવી. જાણવા મળ્યું કે, તેની કિડનીમાં ઈન્ફેક્શન છે અને તે સંપૂર્ણરીતે ડિહાઈડ્રેટ થઈ ગઈ હતી. DFOએ જણાવ્યું કે, બાકીના તમામ ચિત્તા સ્વસ્થ છે. ભોપાલથી આવેલા ડૉક્ટર ચિત્તાની સારવાર કરી રહ્યા છે. સારવાર સંબંધી અન્ય વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. જોકે, DTEમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, સાશાની કિડની ખરાબ થઈ રહી છે. આ કોઈ સાધારણ સંક્રમણ નથી. ચિત્તાની સાથે મોટાભાગે એવુ થાય છે કે, તેમના અંગ કામ કરવાનું બંધ કરી દે છે.
સાશાને જો તરલ પદાર્થ પર પણ રાખવામાં આવે તો તેના બચવાની આશા ઘણી ઓછી છે. પાંચ વર્ષની માદા ચિત્તા સાશા નામીબિયાના ગોબિબિસ પાસે મળી હતી. આ વાત વર્ષ 2017ની છે. ત્યારે તે ખૂબ જ નબળી અને કુપોષિત હતી. બાદમાં તેને જંગલની આસપાસ રહેતા ખેડૂતો લઈ આવ્યા હતા. જ્યાં સુધી તે નાની હતી, ત્યાં સુધી ગ્રામજનોએ તેનું ધ્યાન રાખ્યું. ત્યારબાદ ચિત્તા કંઝર્વેશન ફંડ દ્વારા જાન્યુઆરી 2018માં તેને નામીબિયા સેન્ટરમાં શિફ્ટ કરવામા આવ્યો. આ સેન્ટરમાં તેનું વધુ સારું ધ્યાન રાખવામાં આવ્યું. ત્યારબાદ સાશાને એ આઠ ચિત્તાઓના બેચમાં સામેલ કરવામાં આવી, જે ભારત આવવાના હતા. આવુ પહેલીવાર થયુ હતું જ્યારે કોઈ એક મહાદ્વીપ પરથી બીજા મહાદ્વીપ પર કોઈ મોટી બિલાડીને શિફ્ટ કરવામાં આવી હતી. PCCF જેએસ ચૈહાણે જણાવ્યું કે, આશરે ચાર દિવસ પહેલા સાશા બાકી ચિત્તાઓની સરખામણીમાં થાકેલી અને નબળી દેખાઈ રહી છે. ત્યારબાદ તેને તાત્કાલિક ક્વોરન્ટાઈન ઝોનમાં શિફ્ટ કરવામાં આવી. પછી સારવાર શરૂ થઈ.
ત્રણ ડૉક્ટર્સ તેની સારવારમાં લાગેલા છે, જે સતત પર્યાવરણવિદ વાઈવી ઝાલા અને નામીબિયાના ચિત્તા કંઝર્વેશન ફંડના એક્સપર્ટ પાસે સલાહ લઈ રહ્યા છે. ભોપાલના હમીદિયા હોસ્પિટલના એક્સપર્ટ અને પશુ ચિતિત્સક સાશાનું ધ્યાન રાખી રહ્યા છે. તેની સારવાર કરી રહ્યા છે. જેવુ પશુ ચિતિત્સકો કેહશે એવુ જ તેઓ કરશે. તેના બધા જ ટેસ્ટ કરાવવામાં આવશે. હાલ સાશાને નરમ ભોજન આપવામાં આવી રહ્યું છે. જેથી, તે સરળતાથી તેને પચાવી શકે અને ખરાબ તબિયત દરમિયાન પોષણ પણ મળે. એક્સપર્ટ્સનું માનવુ છે કે, જો તે બચી પણ ગઈ તો વધુમાં વધુ એક વર્ષ સુધી જ જીવી શકશે. બાકીના સાતેય ચિત્તા પાંચ વર્ગ કિલોમીટરના એરિયામાં છે. તેમને જલ્દી જંગલમાં છોડવાની તૈયારી છે.
17 સપ્ટેમ્બર, 2022ના રોજ ચિત્તાઓને નામીબિયાના હુશિયા કોટાકો ઈન્ટરનેશનલ એરપોર્ટથી લાવવામાં આવ્યા હતા. તેમને લાવવા માટે વિશેષ બોઈંગ 747 વિમાન મોકલવામાં આવ્યું હતું. આ વિમાનને ચિત્તાઓ માટે મોડિફાઈ કરવામાં આવ્યું હતું. વિમાનની નાક પર ચિત્તાનું પેન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. નેશનલ પાર્કમાં આ ચિત્તાઓના રહેવાની વિશેષ વ્યવ્થા કરવામાં આવી હતી. દેખરેખ કરનારા સ્ટાફને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ 8 ચિત્તાઓમાં સાડા પાંચ વર્ષના બે નર, એક સાડા ચાર વર્ષનો નર, અઢી વર્ષની એક માદા, ચાર વર્ષની એક માદા, બે વર્ષની એક માદા અને પાંચ વર્ષની બે માદા ચિત્તા સામેલ હતી. આ ચિત્તાઓને નામીબિયાના અલગ-અલગ વિસ્તારોમાંથી શોધવામાં આવ્યા હતા. આ સમગ્ર મિશનની દેખરેખ માટે ભારત અને નામીબિયા સરકાર તરફથી એક્સપર્ટ ટીમ બનાવવામાં આવી હતી.
આ ટીમમાં નામીબિયામાં ભારત સરકારના રાજદૂત પ્રશાંત અગ્રવાલ, પ્રોજેક્ટ ચિત્તાના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર ઝાલા યાદવેન્દ્ર દેવ, પર્યાવરણ મંત્રાલયમાંથી ડૉ. સનત કૃષ્ણા મૂલિયા અને નાણા મંત્રાલયના રેવેન્યૂ વિભાગમાંથી કસ્ટમ અધિકારી અનીશ ગુપ્તા હતા. બોઈંગ 747 જંબોજેટમાં પિંજરાને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પિંજરું વિમાનના વિશેષ હિસ્સામાં હતું. સાથે જ આ વિમાન પર સવાર ડૉક્ટર અને એક્સપર્ટ તેમની દેખરેખ કરતા આવ્યા હતા. આ અલ્ટ્રા લોંગ-રેન્જનું વિશેષ જેટ વિમાન છે. જે સતત 16 કલાક ઉડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp