ચક્રવાત માઈચૌંગઃ ચેન્નઈ એરપોર્ટના રનવે પર પાણી, આ રાજ્યોમાં અસર, જુઓ વીડિયો

PC: oneindia.com

ચક્રવાત માઈચૌંગ તમિલનાડુના તટની નજીક પહોંચવાને કારણે ચેન્નઈના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. ઘણાં વૃક્ષો ધરાશયી થયા છે. કાંચીપુરમમાં પણ ભારે વરસાદ પડ્યો. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. રાજ્યમાં NDRFની ટીમોએ શહેરમાં ભારે વરસાદ પછી ગંભીર પાણી ભરાવાને કારણે પીરકનકરનઈ અને પેરુંગલથુરની પાસે તાંબરમ વિસ્તારથી લગભગ 15 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. ચક્રવાતી તોફાન માઈચૌંગમાં ફેરવાઈ ગયું અને પાંચ ડિસેમ્બર સુધીમાં નેલ્લોર અને મછલીપટ્ટનમની વચ્ચે સાઉથ આંધ્ર પ્રદેશના તટ સાથે અથડાવવાની આશંકા છે. આ દરમિયાન 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલવાનું અનુમાન છે.

આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પોંડીચેરીના તટીય વિસ્તારોમાં વાદળો ઘેરાઈ ગયા છે. ઘણાં વિસ્તારોમાં ભારે હવાની સાથે વરસાદ તો પાછલા 3-4 દિવસોથી પડી રહ્યો છે. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, આજે અને આવતીકાલના રોજ માઈચૌંગ ચક્રવાત ભારે રહેવાનું છે. જેથી સરકાર એલર્ટ પર છે.

ચક્રવાતની અસર ચેન્નઈના તટીય વિસ્તારોમાં જોવા મળી રહી છે. મૂશળધાર વરસાદને કારણે ચેન્નઈ એરપોર્ટના રનવે અને સબવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેને લઈ ફ્લાઈટ્સ પ્રભાવિત થઇ છે.

IMD અનુસાર, નોર્થ તમિલનાડુના ઘણાં જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. માટે સામાન્ય લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આંધ્ર પ્રદેશ રાજ્યની આપદા પ્રબંધન એજન્સીએ ખુલાસો કર્યો છે કે ચક્રવાત માઈચૌંગ 13 કિમી પ્રતિ કલાકની ગતિથી સાઉથ-વેસ્ટ બંગાળની ખાડીમાં નોર્થ-વેસ્ટની તરફ આગળ વધી રહ્યો છે.

સાઈક્લોન ક્યાં છે

વર્તમાનમાં આ ચક્રવાત ચેન્નઈથી લગભગ 150 કિમી, નેલ્લોરથી 250 કિમી, બાપટથી 360 કિમી, મછલીપટ્ટનમથી 380 કિમી દૂર છે. ચક્રવાત આજે તટથી સમાંતર ચાલશે. માઈચૌંગ 5 ડિસેમ્બરના રોજ ભીષણ તોફાનના રૂપમાં નેલ્લોર અને મછલીપટ્ટનમની વચ્ચે તટને પાર કરી લેન્ડફોલ કરશે. બહારથી આવનારા લોકોને હાલમાં તોફાનને પગલે ચેન્નઈમાં જ રહેવું પડ્યું છે. કારણ કે ઘણી ટ્રેનો રદ્દ થઇ છે અને ફ્લાઈટ પણ મળવી મુશ્કેલ છે.

તોફાનની અસરથી આજે અને આવતીકાલે પણ ઘણાં સ્થળો પર વરસાદ જોવા મળશે. રાયલસીમામાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. એલુંડી અને નોર્થ આંધ્ર પ્રદેશમાં અમુક જગ્યાએ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટ પર 80-100 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલી રહી છે અને સાંજે તેની સ્પીડ વધીને 90-110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના ઘણાં જિલ્લાઓમાં ચક્રવાતની અસર જોવા મળી શકે છે. માટે તંત્રએ લોકોને એલર્ટ રહેવા કહ્યું છે. નીચલા વિસ્તારોમાં રહેનારા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp