શું ખતમ થઇ ગઈ પુજારા-રહાણેની કારકિર્દી, BCCI કરવા શું માગે છે?

PC: mykhel.com

10 ડિસેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 મેચોની ટી20 સીરિઝ શરૂ થવા જઇ રહી છે. ત્યાર બાદ 3 મેચોની વનડે સીરિઝ પણ રમાશે. એટલું જ નહીં બલ્કે લાંબા સમય પછી ટીમ ઈન્ડિયા રેડ બોલ ક્રિકેટ(ટેસ્ટ મેચ) પણ રમતી જોવા મળશે. 26 ડિસેમ્બરથી ભારત અને આફ્રિકાની વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરિઝ પણ શરૂ થશે. એવામાં BCCIએ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે આ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું એલાન કરી દીધું છે.

રોહિત-કોહલીએ ટી20-વનડે સીરિઝમાં આરામ લીધો છે. આ બંને ખેલાડી સીધા ટેસ્ટ ક્રિકેટમાં રમતા જોવા મળશે. જોકે, ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની લિસ્ટ ચોંકાવાનારી છે. આ લિસ્ટમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને સ્થાન આપવામાં આવ્યું નથી. સાઉથ આફ્રિકા જેવી મોટી સીરિઝ માટે ભારત પાસે તેમના બે સૌથી અનુભવી બેટ્સમેનો રહેશે નહીં. શું આ એ વાતનો ઈશારો છે કે હવે પૂજારા અને રહાણેનું કરિયર ખતમ થઇ ગયું છે?

શું રહાણે-પૂજારાનું કરિયર ખતમ?

ભારત માટે પોતાના દમે ઘણી ટેસ્ટ મેચો જીતાડનારા અને બચાવનારા પુજારા-રહાણેને સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે BCCIએ સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરી દીધા છે. આ બંને ભારતીય ટીમના અનુભવી ખેલાડીઓમાંથી એક છે. પાછલા 1-2 વર્ષથી આ બંનેની જોડી ભારતીય ટીમ માટે કંઇ ખાસ કમાલ દેખાડી શક્યા નથી. થોડા સમય પહેલા પણ આ બંનેને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યા હતા. પણ પુજારાનું કાઉન્ટી ક્રિકેટમાં ફોર્મ જોઇને અને રહાણેનું IPLમાં ફોર્મ જોયા બાદ આ બંને ખેલાડીને જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા.

પણ ત્યાર બાદ વેસ્ટઈન્ડિઝમાં રમાયેલી ટેસ્ટ સીરિઝ માટે પુજારાને ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. હવે સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની સીરિઝમાંથી બંને ખેલાડીઓને ડ્રોપ કરી દેવામાં આવ્યા છે. આનાથી એ પણ પ્રતીત થાય છે કે BCCI રહાણે અને પુજારાનો વિકલ્પ શોધી રહી છે અને તે ટૂંક સમયમાં બંનેને રિપ્લેસ કરવા માગે છે. જે પુજારા અને રહાણેના ટેસ્ટ કરિયર ખતમ થવાની નિશાની પણ સાબિત થઇ શકે છે.

અજિંક્ય રહાણેનું ટેસ્ટ કરિયર
• 85 મેચ, 5077 રન, 38.46 સરેરાશ
• 12 સદી, 26 હાફ સેન્ચ્યુરી, 49.50સ્ટ્રાઈક રેટ
• 578 ચોગ્ગા, 35 છગ્ગા

ચેતેશ્વર પુજારાનું ટેસ્ટ કરિયર
• 103 મેચ, 7195 રન, 43.60 સરેરાશ
• 19 સદી, 35 હાફ સેન્ચ્યુરી, 44.36સ્ટ્રાઈક રેટ
• 863 ચોગ્ગા, 16 છગ્ગા

સૂર્યા પર પણ ગાજ

તો બીજી તરફ મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યાકુમાર યાદવને વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સૂર્યા ટી20 ફોર્મેટમાં રન બનાવી જાણે છે પણ વનડે ક્રિકેટમાં તેની બેટ ખામોશ રહે છે. અત્યાર સુધીમાં તેણે 37 વનડે મેચમાં 35 ઈનિંગ્સમાં 25.76ની સરેરાશથી માત્ર 773 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં સૂર્યાએ 28 બોલમાં 18 રન બનાવ્યા હતા. હવે સૂર્યાએ કદાચ તેના ખરાબ ફોર્મની કિંમત ચૂકવવી પડશે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp