અમને ખબર હતી કે, નક્સલીઓ સાથે ઘર્ષણ થશે પણ આટલું મોટું થશે એ અંદાજ ન હતોઃ સંદીપ

PC: zeenews.com

છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલામાં કુલ 22 જવાનો શહીદ થયા છે આ દરમિયાન CRPFની ટીમ કોબ્રાના સેકન્ડ કમાન્ડ ઓફિસર સંદીપ દ્વીવેદીએ બનેલી ઘટનાની સંપૂર્ણ આપવીતિ કહી છે. તેમણે કહ્યું કે, શનિવારે સવારે લગભગ આઠ વાગ્યે એ લોકો બીજાપુર અને સુકમા જિલ્લાના બોર્ડર એરિયા જોનાગુડા વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન આપણા જવાનોને નક્સલીઓની કેટલીક મુવમેન્ટ જોવા મળી હતી. પણ અચાનક નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.

સંદીપે ઉમેર્યું કે, નક્સલીઓએ કરેલા ફાયરિંગનો અમે જડબાતોડ જવાબ આપ્યો. પહાડની ઊંચાઈએથી પણ બોંબ ફેંકવામાં આવ્યા હતા. સંદીપે પોતાના જવાનોને બચાવતા જતા નક્સલીઓને વળતો જવાબ આપ્યો છે. આ દરમિયાન એક બ્લાસ્ટ થયો હતો અને હું ઈજાગ્રસ્ત થયો હતો. રવિવારે એરફોર્સના હેલિકોપ્ટરથી રાયપુર લાવવામાં આવ્યા હતા. જ્યાં એમનો ઈલાજ એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ જવાનોના ખબર-અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. સંદીપે કહ્યું કે, જવાનોની દરેક મુવમેન્ટની જાણકારી એ ગામના લોકો અને મહિલાઓ થકી નક્સલીઓને મળી રહી હતી. જેના કારણે નક્સલીઓએ એક દૂરના પહાડ પર એવી પોઝિશન લઈ લીધી હતી કે તેઓ આપણા પર સરળતાથી ફાયરિંગ કે હુમલો કરી શકે. જ્યારે અમારી ટીમ ત્યાં પહોંચી તો નક્સલીઓએ અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પણ આપણા જવાનોએ નક્સલીઓનો આખો ઘેરો તોડી નાંખ્યો હતો. અમે એક મહિલા નક્સલીનો મૃતદેહ જપ્ત કરવામાં સફળ રહ્યા. અન્યથા નક્સલીઓ કોઈ મૃતદેહ પણ લઈ જવા દેતા નથી. આ હુમલો કરવા માટે નક્લસીઓ સંપૂર્ણ તૈયારીઓ સાથે આવ્યા હતા. અમને ઈનપુટ મળી રહ્યા હતા કે એમનો કોઈ મોટો કમાન્ડર ઘણા સમયથી આ વિસ્તારમાં સક્રિય છે.

નક્સલીઓનો પ્લાન મોટો હતો. પણ આપણા જવાનોએ એના પ્લાન પર એસિડ રેડી દીધું. પણ આપણા જવાનોને મોટું નુકસાન થયું છે. જોકે, અમે ઘણા નક્સલીઓને ઠાર મારી દીધા હતા. સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના એક જવાન જેની સારવાર ચાલી રહી છે તેમણે કહ્યું કે, જોનાગુડામાં નક્સલી રોકેટ લૉન્ચર અને બોંબથી પહાડ પરથી હુમલો કરી રહ્યા હતા. સતત ફાયરિંગ ચાલું હતું. બ્લાસ્ટ થઈ રહ્યા હતા. અમને કોઈ પોઝિશનલ કવર કરવાનો પણ સમય ન મળ્યો. આશરે 150 મીટર દૂરથી ફાયરિંગ થઈ રહ્યું હતું. ફાયરિંગની સાથોસાથ ઈજાગ્રસ્ત જવાનોની પ્રાથમિક સારવાર પણ ચાલું જ હતી. અમે નક્સલીઓથી ઘેરાયેલા હતા. અમને ખ્યાલ હતો કે, ઘર્ષણ થવાનું છે. પણ આ આટલું મોટું થશે એવી ક્યારેય આશા પણ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp