SPનું ટ્રાન્સફર થતા રોવા લાગ્યા લોકો, પગ પકડીને કહ્યું ‘ન જાવ’, જુઓ વીડિયો

PC: facebook.com/GouravtiwariSP

એવું ઘણીવાર જોવા મળે છે કે લોકો પોલીસનો ખૂબ વિરોધ કરે છે અને તેઓ ઇમાનદારી સાથે કામ નથી કરતા તેવા આરોપો લગાવવા આવે છે. પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો છે, જે લોકોના તમામ ભ્રમ તોડી નાખે છે. મધ્ય પ્રદેશમાં સુપ્રિટેન્ડેટ પોલીસ(SP)નું ટ્રાન્સફર થતા આખું શહેર ઉદાસ થઈ ગયું હતું. લોકો તેમની ઓફિસ પહોંચી ગયા હતા અને રડવા લાગ્યા હતા. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

 

Posted by Gaurav Tiwari SP on Tuesday, July 3, 2018

મધ્ય પ્રદેશના છિંદવાડા શહેરમાં SP ગૌરવ તિવારીને લોકો સિંઘમ માને છે. ગૌરવ તિવારી આ શહેરના સૌથી પ્રિય પોલીસ ઓફિસર છે, જ્યારે લોકોને ખબર પડી કે તેમનું ટ્રાન્સફર થઈ ગયું છે, તો લોકો તેમની ઓફિસે પહોંચી ગયા હતા અને રડવા લાગ્યા હતા અને ન જાવા માટે કહી રહ્યા હતા. લોકોનો પ્રેમ જોઈને SP ગૌરવ તિવારી પણ ભાવુક થઈ ગયા હતા. ઘણા લોકોએ SPના પગ પણ પકડી લીધા હતા અને ન જાવા માટે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp