કોણ છે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચેલા આ મુસ્લિમ ધર્મગુરુ

PC: indianexpress.com

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સનાતન ધર્મ સિવાય તમામ પંથના ધર્મગુરુઓ અને પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. અયોધ્યામાં આયોજિત આ સમારોહમાં VVIP મહેમાનો વચ્ચે એક મુસ્લિમ ધર્મગુરુ પણ બેઠા નજરે પડ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા દરમિયાન તમામ સુવિખ્યાત હસ્તીઓ સાથે મુસ્લિમ ધર્મગુરુ પણ પોતાની જગ્યાએ ઊભા રહેલા નજરે પડ્યા. ચાલો જાણીએ કે આખરે કોણ છે આ મુસ્લિમ ધર્મગુરુ

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પહોંચેલા મુસ્લિમ ધર્મગુરુનું નામ ડૉ. ઈમામ ઉમેર અહમદ ઇલિયાસી છે. તેઓ અખિલ ભારતીય ઈમામ સંગઠન (AIIO)ના મુખ્ય ઈમામ છે. ડૉ. ઈમામ ઉમેર અહમદ ઇલિયાસીને અખિલ ભારતીય ઈમામ સંગઠન ભારતના 5 લાખ ઈમામો અને લગભગ 21 કરોડ ભારતીય મુસ્લિમોના ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શક માનવામાં આવે છે. ડૉ. ઈમામ ઉમર ઇલિયાસી ઈમામ સંગઠનના વૈશ્વિક ચહેરો છે અને એટલે ધર્મ, આધ્યાત્મિકતા અને અંતરધાર્મિક સંવાદના બધા ઇન્ટરનેશનલ મંચો પર સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે.

હાલમાં જ ડૉ. ઈમામ ઉમર ઇલિયાસીને પંજાબની દેશ ભગત યુનિવર્સિટીએ ડૉક્ટરેટ ઓફ ફિલોસોફીની ઉપાધિથી સન્માનિત કર્યા હતા. ભારતમાં પહેલી વખત છે કે કોઈ મસ્જિદના ઈમામને શિક્ષણના સર્વોચ્ચ પદથી સન્માનિત કરવામાં આવ્યા. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચેલા ડૉ. ઈમામ ઉમર ઇલિયાસીએ કહ્યું કે, આ બદલાતા ભારતની તસવીર છે. આજનું ભારત નવીન અને ઉત્તમ છે. હું અહી પૈગામ--મોહબ્બત લઈને આવ્યો છું. આપણા ઈબાદતની રીત અને પૂજા પદ્ધતિ અલગ હોય શકે છે. આપણી આસ્થાઓ અલગ હોય શકે છે, પરંતુ આપણો સૌથી મોટો ધર્મ માણસ અને માણસાઈ છે. આવો આપણે બધા મળીને માણસાઈ યથાવત રાખીએ.

બીજી વાત એ કે આપણે બધા ભારતીય છીએ. ભારતમાં રહીએ છીએ એટલે આપણે બધાએ દેશને મજબૂત કરવો જોઈએ. આપણાં માટે રાષ્ટ્ર સર્વોપરિ છે. આજનો સંદેશ નફરતને સમાપ્ત કરવા માટે. ખૂબ દુશ્મની થઈ ગઈ. ઘણા લોકો માર્યા ગયા. ખૂબ રાજનીતિ થઈ. હવે આપણે બધાએ મળીને એક થઈને ભારત અને ભારતીયતાને મજબૂત કરવાનું છે. રાષ્ટ્ર સર્વોપરિ છે. અખંડ ભારત બનાવવાની દિશામાં આપણે આગળ વધીએ, એ જ મારો સંદેશ છે, જે પ્રકારે મોદીજી આખી દુનિયામાં ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. આપણે પણ મળીને પોતાના રાષ્ટ્રને મજબૂત કરીએ.

વિશ્વના મોટા ભાગની પ્રમુખ ઈસ્લામિક સંસ્થાઓ અને મુસ્લિમો સાથે જોડાયેલા મુદ્દાઓ પર માર્ગદર્શન માટે ડૉ. ઈમામ ઉમર ઇલિયાનો સંપર્ક કરવામાં આવે છે. ડૉ. ઈમામ ઉમર ઇલિયાસીમાં ન્યાયશાસ્ત્ર પરંપરાગત છે અને પ્રાસંગિક ગલિયારામાં તેમના વિચાર પ્રામાણિક અને ભરોસાપાત્ર માનવામાં આવે છે. તેઓ એ કેટલાક ઈસ્લામિક વિદ્વાનોમાંથી એક છે જે ઉગ્રવાદ અને આતંકવાદ, પછી તે કોઈ પણ રૂપમાં ઉપસ્થિત હોય, તેના પર ખૂબ સ્પષ્ટ અને સખત વિચાર રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp