‘હું જજને નહીં કહું કે..’ CJI ચંદ્રચૂડે ઠુકરાવી સત્યેન્દ્ર જૈનની આ ડિમાન્ડ

PC: thehindu.com

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડે ગુરુવારે દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી સાથે જોડાયેલા કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો. સત્યેન્દ્ર જૈનની અરજી બીજી બેન્ચ સામે પેન્ડિંગ હોવાની દલીલ આપીને કરવામાં આવેલી અરજી ફગાવી દેતા CJIએ કહ્યું કે, તેઓ કોર્ટમાં લિસ્ટેડ કોઈ કેસમાં જજને નિર્દેશ નહીં આપે કે તેમણે શું કરવું જોઈએ. એનફોરસમનેટ ડિરેક્ટોરેટ (ED) તરફથી દાખલ કરાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ગુરુવારે સુનાવણી માટે જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચ સામે લિસ્ટેડ કરવામાં આવી હતી.

છેલ્લા બે અવસર પર જ્યારે કેસ આ બેન્ચ સામે લિસ્ટેડ કરવામાં આવ્યો તો જૈનના વકીલે આપત્તિ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ કેસની સુનાવણી એ.એસ. બોપન્ના અને બેલા એમ. ત્રિવેદીની વિશેષ પીઠ કરી રહી હતી અને પાછી તેમની સાથે જ રાખવામાં આવે. જસ્ટિસ બોપન્ના આ સમયે અસ્વસ્થ હોવાના કારણે રજા પર છે. વરિષ્ઠ વકીલ મનુ સિંધવી CJIની આગેવાનીવાળી પીઠ સામે રજૂ થયા અને જસ્ટિસ બોપન્નાની પીઠ સામે કેસને લિસ્ટેડ કરવા પર સ્પષ્ટીકરણની માગ કરી.

CJI શરૂઆતમાં સાંજે અપીલની તપાસ અને પછી આદેશ પાસ કરવા માટે સહમત થયા. જ્યારે સિંધવીએ કહ્યું કે, જો આ જજ સામે લિસ્ટેડ છે તો તેમણે તેના પર નિર્ણય લેવાનો છે. CJIએ કહ્યું કે, હું જજને નિર્દેશ નહીં આપી શકું કે શું કરવાનું છે. જજ કોર્ટના પ્રભારી છે. અમે જજને કોઈ નિર્દેશ આપવા જઇ રહ્યા નથી. ED તરફથી ઉપસ્થિત થયેલા એડિશનલ જનરલ (ASG) એસ.વી. રાજૂએ કહ્યું કે, જૈન 26 મેથી જ મેડિકલ બેલ પર છે. જો આ કેસને આગળ પેન્ડિંગ કરવામાં આવે છે તો મધ્યસ્થ જામીનના આદેશને રદ્દ કરી દેવામાં આવે.

જસ્ટિસ ત્રિવેદીની આગેવાનીવાળી બેન્ચે સોમવારે પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીના મધ્યસ્થ જામીન ગુરુવાર સુધી વધારી દીધા હતા અને તેમના વકીલને મંજૂરી આપી હતી કે તેઓ આ લિસ્ટિંગને લઈને CJI પાસેથી સ્પષ્ટીકરણ જાણી લે. 4 ડિસેમ્બરના રોજ જૈન તરફથી આ જ આપત્તિ કરવામાં આવી હતી. જસ્ટિસ ત્રિવેદીએ રજિસ્ટ્રીની તપાસ કરી અને સિંધવીને જણાવ્યું કે, આ કેસને નિયમિત રૂપે તેમની પાસે લિસ્ટેડ કરવામાં આવ્યો છે અને તેનો અર્થ છે કે આ જ બેન્ચમાં સુનાવણી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp